Gujarat

વડોદરામાં મુખ્યમંત્રી આગમન અને ચૂંટણી પૂર્વે એક ઝાટકે 320 કરોડના કામો મંજૂર કરતા વિવાદ

By GS TEAM
26 Dec 20251 min read
TukuTouch Logo
મુખ્યમંત્રીના આગમન ટાણે અને વડોદરા કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં રૂપિયા 320 કરોડના વિકાસના કામો એક ઝાટકે મંજૂર કરી દેતા ચર્ચાનો વિષય બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં મુખ્યમંત્રી આગમન અને ચૂંટણી પૂર્વે એક ઝાટકે 320 કરોડના કામો મંજૂર કરતા વિવાદ

Vadodara Corporation : મુખ્યમંત્રીના આગમન ટાણે અને વડોદરા કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં રૂપિયા 320 કરોડના વિકાસના કામો એક ઝાટકે મંજૂર કરી દેતા ચર્ચાનો વિષય બન્યો છે.

 છેલ્લા ઘણા સમયથી પાલિકામાં સત્તાધારી પક્ષ અને વહીવટી વિભાગ વચ્ચે ચાલતી હુસાતુસીના કારણે અનેક કામો અટવાલા હતા. જેમાં ચૂંટાયેલી પાંખ તરફ પદાધિકારીઓ અને વહીવટી પાંખ વચ્ચે કેટલાક કામ બાબતે એકમત ન હોવાથી વિવાદ ચાલતો રહ્યો હતો. ત્યારે હવે જાણે અચાનક ચૂંટણીના દિવસો નજીક આવી ગયા હોય તેમ પાલિકાની સ્થાયી સમિતિમાં એક ઝાટકે એજન્ડા પર રૂ.230કરોડના કામો રજૂ કરી દેવામાં આવ્યા. ત્યારબાદ આજે સ્થાયી સમિતિ મળે તે પૂર્વે જ વધારાના કામોમાં ઉમેરો કરી ઉમેરો કરી બીજા 90 કરોડના ડ્રેનેજના કામો રજૂ કરી આવેલા કામો પૈકી મોટાભાગના કામો અંદાજથી વધુ રકમના છે જેના લીધે પાલિકાએ વધારાનું નાણા ભંડોળ ખર્ચવું પડશે. મહત્વની બાબત તો એ છે કે, 320 કરોડના રજુ થયેલા કામોમાં મોટાભાગના વધુ ભાવના ટેન્ડરો હોવાથી એક ઝાટકે કામો મંજૂર કરી દેતા વિવાદ સર્જાયો છે. આજે મુખ્યમંત્રી વડોદરાના વિકાસના કામોનું ખાત મુહૂર્ત તથા લોકાર્પણ કરે તે પૂર્વે આ તમામ કામોને મંજૂરીની મહોર સ્થાયી સમિતિએ મારી દીધી છે. જેથી વડોદરા કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે જ વિકાસના કામોને મંજૂરી આપી ચૂંટણી ભંડોળ એકઠું કરવાની પણ ચર્ચા ચાલી રહી છે.