અગાઉ રૂ.8 કરોડ મંજુર કર્યા બાદ વડોદરાના પશ્ચિમ ઝોનમાં સિવિલ કામના વાર્ષિક ઇજારા માટે વધુ રૂ.1.25 કરોડ ફાળવતા વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા પાલિકા હસ્તકના પશ્ચિમ ઝોન માટે સિવિલ કામનો વાર્ષિક ઇજારો સ્થાયી સમિતિ ઠરાવથી યુનિટ રેટથી 15% ઓછા મુજબ ઇજારદાર મે.રાજેશ રોહિતકુમાર કોન્ટ્રાક્ટરના મંજુર રૂ.5 કરોડ તથા સ્થાયી સમિતિ ઠરાવથી રૂ.3 કરોડના વધારા મુજબ પ્રવર્તમાન વાર્ષિક ઇજારાની રૂ.8 કરોડની નાંણાકીય મર્યાદામાં વધુ રૂ.1.25 કરોડનો વધારો કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
પાલિકા હસ્તકના ચારેય ઝોનમાં નવિનીકરણ, રીપેરીંગ તથા નિભાવણી પ્રકારની સિવિલ કામગીરીઓ જેવી કે, આંગણવાડી, અતિથિગૃહ, સેનેટરી ઓફીસ, કંપાઉન્ડ વોલ, શાળાઓની નિભાવણી વિગેરે જેવી કામગીરીઓ કરાવવા માટે બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખા દ્વારા સિવિલ કામનો વાર્ષિક ઇજારો કરવામાં આવે છે. કામોમાં ભાવપત્રો મંગાવવામાં સમય વ્યતિત ન થાય તથા તાત્કાલીક ધોરણે નવિન/નિભાવણી પ્રકારની સિવિલ કામગીરીઓ કરાવી શકાય તે હેતુસર સિવિલ કામનો વાર્ષિક ઇજારો કરવામાં આવે છે. ચારેય ઝોન પૈકી પશ્ચિમ ઝોનના સને 2025-25ના સિવિલ કામનો વાર્ષિક ઇજારો રૂ.5 કરોડની મર્યાદામાં સ્થાયી સમિતિ ઠરાવથી અંદાજથી 15% ઓછા મુજબનું ઇજારદાર રાજેશ રોહિતકુમાર કોન્ટ્રાક્ટરનું ભાવપત્ર મંજુર થયેલ હતું. ઇજારાની સમયમર્યાદા તા.12/08/2025ના રોજ પુર્ણ થાય છે. વાર્ષિક ઇજારાની નાંણાકીય મર્યાદામાં સ્થાયી સમિતિ ઠરાવથી રૂ.3 કરોડનો વધારો કરી કુલ નાંણાકીય મર્યાદા રૂ.8 કરોડ કરવામાં આવી હતી. પ્રવર્તમાન વાર્ષિક ઇજારાની કુલ નાંણાકીય મર્યાદામાં રૂ.7.99 કરોડનો અંદાજીત ખર્ચ કરેલ હોવાનું કાર્યપાલક ઇજનેર (પશ્ચિમ ઝોન) દ્વારા જણાવેલ છે તથા રૂ.2 કરોડની નાંણાકીય મર્યાદા વધારવા જણાવેલ છે.
સદર કામે રૂ.10 કરોડની મર્યાદામાં 2025-26ના વર્ષ માટે નવિન વાર્ષિક ઇજારો કરવા માટે ભાવપત્રો મંગાવેલ છે. કોઇ ભાવપત્ર આવેલ ન હોઇ પાંચમા પ્રયત્ને ભાવપત્ર રી-ઇનવાઇટ કરવાની મંજુરીમાં છે. ઇજારા માટે ભાવપત્ર મંગાવવાની કાર્યવાહી હાથ ધરેલ હોઇ વધુ રૂ.1.25 કરોડ નવિન ઇજારો ન થાય ત્યાં સુધી વધારવા માટેની દરખાસ્તને સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરાઇ છે.









