Gujarat

કાર્નિવલ શરુ થાય એ પહેલાં જ વિવાદ , ટિકીટ લેનાર જ વીમો કલેઈમ કરવા હકદાર એવી વિવાદીત કલમ રખાઈ

By GS TEAM
23 Dec 20251 min read
કાર્નિવલ શરુ થાય એ પહેલાં જ વિવાદ , ટિકીટ લેનાર જ વીમો કલેઈમ કરવા હકદાર એવી વિવાદીત કલમ રખાઈ

અમદાવાદ,મંગળવાર,23 ડિસેમ્બર,2025

અમદાવાદના કાંકરિયા ખાતે ૨૫થી ૩૧ ડિસેમ્બર દરમિયાન કાર્નિવલનુ આયોજન કરાયુ છે.કાર્નિવલ શરૃ થાય એ પહેલા જ વિવાદ સામે આવ્યો છે.કોર્પોરેશને જે ઓરિએન્ટલ ઈન્યોરન્સ કંપની પાસેથી પાંચ હજાર કરોડનો વીમો લીધો છે તે કંપનીએ કાર્નિવલમાં ટિકીટ લેનાર જ વીમો કલેઈમ કરવા એવી વિવાદીત કલમ રાખી છે.કાર્નિવલમાં મુલાકાતીઓને ફ્રી એન્ટ્રી આપવામા આવે છે. આ પરિસ્થિતિમાં કંપની દ્વારા કરવામા આવેલી વિવાદીત જોગવાઈ દુર કરવા કહેવાયુ હોવાનુ સત્તાવાળાઓ તરફથી દાવો કરવામા આવ્યો છે.

કોર્પોરેશન તરફથી સાત દિવસ માટે પાંચ હજાર કરોડનો વીમો લેવા ઉપરાંત હાલ રુપિયા ૩.૯૧ લાખ પ્રિમિયમ ભરવામા આવ્યુ હોવાનુ જાણવા મળે છે.કાર્નિવલ દરમિયાન આગ,અકસ્માત કે ભૂકંપ જેવી સંભવિત ઘટનાઓને ધ્યાનમા લઈ લેવામા આવેલા વીમાને લઈ વીમા કંપની તરફથી વિવાદાસ્પદ જોગવાઈ કરવામા આવતા કોર્પોરેશન તંત્ર દોડતુ થઈ ગયુ હતુ.કોર્પોરેશન કાર્નિવલના મુલાકાતીઓને ટિકીટ જ આપતુ નથી.તો કેવી રીતે સંભવિત ઘટના પછી વળતર માટે દાવો થઈ શકે.સત્તાપક્ષના હોદ્દેદારો તંત્રના અધિકારીઓ દ્વારા બંધ ઓફિસમા બેસી જે આયોજનો કરવામા આવે છે તેને મૌન રહી સંમતિ આપે છે.આ બાબત એનુ એક ઉદાહરણ છે.વિવાદ થયા પછી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહયુ,કંપની પાસે વિવાદાસ્પદ જોગવાઈ દુર કરાવીશુ.પરંતુ આયોજન કરનારા એક પણ અધિકારી આ અંગે કંઈ કહી શકે એવી સ્થિતિમાં જોવા મળ્યા હતા.