નકલી પોલીસ આઈકાર્ડ કેસમાં પોલીસનું નિવેદન અને એફઆઈઆરમાં વિરોધાભાસ
અધિકારીએ કહ્યું, કમિશનરને મળવા ગયો હતો, એફઆઈઆરમાં શંકાસ્પદ જણાતા અટક

નકલી પોલીસ આઈકાર્ડ કેસમાં એફઆઈઆર અને પોલીસ અધિકારીના નિવેદનમાં વિરોધાભાસ સામે આવ્યો છે.
પોલીસે આરોપી ઘનશ્યામ ભાણજીભાઈ સંઘાણી (રહે. નતાશા પાર્ક સોસાયટી, છાણી જકાતનાકા, મૂળ મોરબી) પાસેથી સીઆઈડી, સીબીઆઈ અને અન્ય સંસ્થાઓના બોગસ આઈકાર્ડ જપ્ત કર્યા હતા. ફરિયાદ મુજબ, રાવપુરા મોબાઈલ વાનના નરેશભાઈ ત્રિકમભાઈને પેટ્રોલિંગ દરમિયાન યુવક શંકાસ્પદ જણાતા તેની અટકાયત કરી હતી. તેની પાસેથી ઉક્ત આઈકાર્ડ મળ્યા હતા. જ્યારે પોલીસ અધિકારીએ મીડિયાને કહ્યું હતું કે, આરોપી પોલીસ કિંમશનરને મળવા પો. કમિશનરની કચેરીએ પહોંચ્યો હતો અને તેણે આ આઈકાર્ડ દર્શાવ્યા હતા. જ્યારે રાવપુરા ઈન્ચાર્જઅ.હે.કો. મનોજભાઈચંદુભાઈની ફરિયાદમાં એવો કોઈ ઉલ્લેખ નથી. આથી એફઆઈઆર અને અધિકારીના નિવેદનમાંતફાવત જણાઈ રહ્યો છે.

