મકાનના બાંધકામ પેટે રૃપિયા લઇ કોન્ટ્રાક્ટરની ઠગાઇ
એ વન કન્સટ્રક્શનના કોન્ટ્રાક્ટર સામે પોલીસે ગુનો દાખલ કર્યો
વડોદરા,એ વન કન્સટ્રક્શનના કોન્ટ્રક્ટરે મકાનના બાંધકામ પેટે રૃપિયા લઇ પરત નહીં કરી છેતરપિંડી કરી હતી. જે અંગે છાણી પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાઇ છે.
ગોરવા અશોક વાટિકા સોસાયટીમાં રહેતા ચિરાગ માવાભાઇ પટેલ ગોરવા આઇ.ટી.આઇ.માં નોકરી કરે છે. ગોરવા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા ઘરનું બાંધકામ કરવાનું હોઇ ભાવિન ચંદુભાઇ શાહ (રહે.સનરાઇઝ કોમ્પલેક્સ, વાઘોડિયા રોડ) નો સંપર્ક કર્યો હતો. ભાવિને ૩૦.૨૫ લાખમાં અમને મકાનનું રિનોવેશનનું કામ કરી આપવાનું નક્કી કર્યુ હતું. તેમના પર વિશ્વાસ મૂકીને મેં લક્ષ્મીપુરા મુક્તિધામની બાજુમાં ઓમ બંગ્લોઝનું કામ તેઓને સોંપ્યુ હતું. મેં તેઓને મકાનના બાંધકામ પેટે દોઢ લાખ લીધા હતા અને કામ અધુરૃ છોડી દીધું હતું. તેણે મને ૪૪ હજાર પરત આપી દઇ બાકીના ૧.૦૬ લાખ પરત કર્યા નહતા. તેની પાસે પૈસાની માંગણી કરતા તેણે મને કોલ કરીને મારવાની ધમકી આપી હતી.