માણેજાની હીટાચી કંપનીમાંથી કોન્ટ્રાક્ટના મજૂરે 23.61 લાખના પાર્ટસની ચોરી કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Theft Case : વડોદરામાં સમતા પોલીસ ચોકીની સામે શિવાલિક ડુપ્લેક્સમાં રહેતા પ્રહર્ષ ઉમેશભાઈ વછરાજાની જીડીએ સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં હેડ તરીકે નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અમારી કંપનીની સિક્યુરિટી હાલમાં હિટાચી એનર્જી ઇન્ડિયા લિમિટેડ માણેજા સાથે છે. અમારે સિક્યુરિટી હેડ તરીકે વિશાલ પુરોહિત તથા કમલેશ પટેલ છે તેમની હેઠળ કંપનીમાં સુપરવિઝન ઓફિસર તથા ગાર્ડ મળીને કુલ 101 કર્મચારીઓ સિક્યુરિટીની નોકરી કરે છે. કંપનીમાંથી મલ્ટી કોન્ટેક રિંગ 115 નંગ કિંમત રૂપિયા 23.61 લાખની ચોરી થઈ ગઈ હતી. જે અંગે સીસીટીવી ચેક કર્યા હતા તેમજ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કંપનીમાં સ્ટોરમાં વંદના એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાક્ટમાં કામકાજ કરતા મજૂર ગોવિંદ રણછોડભાઈ વાઘેલા (રહેવાસી-ચાપ ગામ) તથા અન્ય બે મજૂરોએ સાથે મળીને ચોરી કરી છે.









