Get The App

શિયાબાગના બોરડી ફળીયામાં ફરી દૂષિત પાણીનો કકળાટ

રહીશોએ કહ્યું, નવી લાઈન નાખ્યા બાદ સમસ્યા ઉદ્ભવી

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
શિયાબાગના બોરડી ફળીયામાં ફરી દૂષિત પાણીનો કકળાટ 1 - image

શહેરના શિયાભાગના બોરડી ફળીયામાં છેલ્લા એક મહિનાથી દૂષિત પાણીની સમસ્યા હોઈરહીશોએ આજે એકત્ર થઈ કાળુ પાણી બતાવી મ્યુ. કોર્પોરેશન સામે રોષ વ્યક્ત કર્યો હતો.

સ્માર્ટ સિટીના દાવા વચ્ચે શિયાબાગ, ગોયાગેટ, તારા સો મીલ, બોરડી ફળીયા, સસાટવાડા બોરોટ મહોલ્લો, આર.વી.દેસાઈ રોડ સહિતના વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે. પાણીમાં દુર્ગંધ સાથે જીવડા દેખાઈ રહ્યા હોવાનું રહીશોએ જણાવ્યું હતું. મ્યુ.કોર્પોરેશનની વડી કચેરીની પાછળના વિસ્તારોમાં જ રહીશોનું કહેવું છે કે, એક વર્ષ પહેલાં નવી લાઈન નાખ્યા બાદ તાજેતરમાં ફરી નવી લાઈન નાખવામાં આવી જે બાદથી ડ્રેનેજ મિશ્રિત જેવું દુષિત પાણી આવવાનું શરૂ થયું છે. કોંગ્રેસના કાઉન્સિલરે મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરી હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે મ્યુ. કમિશનરને રજૂઆત કરી છે કે, રોગચાળો વકરે તે પહેલા શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તેમજ વારંવારના ખોદકામના કારણે થતી તકલીફો પર ધ્યાન અપાય.