Gujarat

હાલોલ-વડોદરા સ્ટેટ હાઇવે પરથી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર ટ્રક ઝડપાઈ

By GS TEAM
5 Aug 20251 min read
TukuTouch Logo
રાજસ્થાનના ડ્રાઇવર ક્લીનરની ધરપકડ કરી આશરે 60 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

Summarized by AI; it may make mistakes. Check important info

હાલોલ-વડોદરા સ્ટેટ હાઇવે પરથી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર ટ્રક ઝડપાઈ

Vadodara Liquor Smuggling : રાજસ્થાનથી ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવાનું હજી પણ યથાવત છે. રાજસ્થાન તરફથી આવતી એક કન્ટેનર ટ્રકને હાલોલ વડોદરા સ્ટેટ હાઇવે ઉપર આસોજ ગામની સીમમાં જરોદ પોલીસે ગઈ રાત્રે રોકીને તપાસ કરતા કન્ટેનર ટ્રકમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો.

પોલીસે રૂપિયા 39.65 લાખ કિંમતની 36048 દારૂની બોટલો, બે મોબાઈલ અને કન્ટેનર ટ્રક મળી કુલ 59.85 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટ્રકના ડ્રાઇવર શંકરલાલ હકમાલાલ રબારી (રહે.કુવારિયા ગામ, રબારી ફળિયુ, તાલુકો કુંભલગઢ, રાજસ્થાન) તેમજ ક્લીનર રાજેન્દ્રસિંહ નિર્ભયસિંહ કિતાવત (રહે. માલકાગુડા, છોરાવાળામાં, તાલુકો જીલ્લો રાજસમદ, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછ કરતા રાજસ્થાનમાંથી રામલાલ નામની વ્યક્તિએ દારૂનો જથ્થો ભરીને કન્ટેનર ટ્રક આપી હતી અને ગોલ્ડન ચોકડી પહોંચી ફોન કરવા જણાવ્યું હતું.