Get The App

સાયલા બાયપાસ નજીક કન્ટેનર પલટી ગયું - 5 કિ.મી. ટ્રાફિકજામ

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
સાયલા બાયપાસ નજીક કન્ટેનર પલટી ગયું - 5 કિ.મી. ટ્રાફિકજામ 1 - image

અકસ્માતમાં ડ્રાઈવરને ગંભીર ઈજા - સુરેન્દ્રનગર રીફર કરાયો

મોડી સાંજ સુધી કન્ટેનર રોડ પરથી નહીં હટતા અમદાવાદ તરફનો સિક્સ-લેન હાઇવ બંધઃ વાહન ચાલકોને હાલાકી

સાયલા - સાયલા બાયપાસ નજીક કન્ટેનર પલટી મારી જતાં પાંચ કિ.મી. ટ્રાફિકજામ સાર્જાયો હતો. અકસ્માતમાં ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચતા સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં રીફર કરાયો હતા. મોડી સાંજ સુધી કન્ટેનર અને પ્લાટીકના દાણા રોડ પરથી નહીં હટતા અમદાવાદ તરફનો સિક્સ-લેન હાઇવ બંધ

સાયલા બાયપાસ નજીક અમદાવાદ-રાજકોટ હાઇવે પર વહેલી સવારે જામનગરથી સેલવાસ પ્લાસ્ટિકના દાણા ભરેલા કન્ટેનરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કન્ટેનર પલટી મારી ગયું હતું અને તેમાં ભરેલા પ્લાસ્ટિકના દાણા રોડ પર વેરાઈ ગયા હતા.

અકસ્માતમાં કન્ટેનરના ડ્રાઇવરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે તેને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હતો. કન્ટેનર રોડ પર પલટી મારી જતાં રાજકોટ તરફ જવાનો સિક્સ-લેન હાઇવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. મોડી સાંજ સુધી કન્ટેનર હાઇવે પરથી હટાવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ રહેતા સર્વિસ લાઇન પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. સાયલા પોલીસ દ્વારા ઓવરબ્રિજ આગળથી ટ્રાફિક ડાયવર્ટ ન કરાતાં વાહનચાલકોને અકસ્માત સ્થળ સુધી પહોંચ્યા પછી પરત ફરવું પડયું હતું, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.