Get The App

કરજણ હાઇવે પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયુ

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
કરજણ હાઇવે પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયુ 1 - image


વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર લાકોદરા ગામના પાટીયા પાસે ભરૂચથી વડોદરા તરફના ટ્રેક ઉપર જિલ્લા એલસીબી દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવતું હતું. ત્યારે ભરૂચ તરફથી આવતા મહારાષ્ટ્ર પાસિંગના એક કન્ટેનરને રોકી તેમાં તપાસ કરતા દારૂ અને બિયરનો 25 લાખ રૂપિયાનો જથ્થો મળ્યો હતો. પોલીસે દારૂ અને બિયરના જથ્થા ઉપરાંત બે મોબાઈલ, કન્ટેનર, જીપીએસ સિસ્ટમ મળી 35.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ ચાલક રમેશ ભાનુપ્રતાપ મિશ્રા રહે કોલખે, તાલુકો પનવેલ જીલ્લો રાયગઢ મહારાષ્ટ્રની અટકાયત કરી હતી તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વાપીમાં રહેતા સંતોષ સરોજ નામના શખ્સે આ કન્ટેનર આપ્યું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :