Gujarat

કોબડી ગામે સ્માર્ટ વીજ મીટરમાં ગ્રાહકોને 400 ટકા બિલ આવ્યા

By GS TEAM
26 Aug 20251 min read
કોબડી ગામે સ્માર્ટ વીજ મીટરમાં ગ્રાહકોને 400 ટકા બિલ આવ્યા

- સ્માર્ટ મીટર લાગ્યાના પ્રથમ બિલે જ ગ્રામજનોને ઝટકો આપ્યો

- લાઈનલોસ, ટેકનિકલ ખામી અને રીડિંગ જમ્પિંગના કારણે બિલ વધુ આવ્યાની શક્યતા વ્યક્ત કરાઈ

ભાવનગર : કોબડી ગામે સ્માર્ટ મીટર લાગ્યાના પ્રથમ બિલે જ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. સામાન્ય સરેરાશ વપરાશ થતી હોવા છતાં જૂના બિલોની તુલનામાં ૨૦૦થી ૪૦૦ ટકા વધુ બિલ આવતા ફરી એક વખત સ્માર્ટમીટર સામે સવાલો ઉઠયા છે. 

કોબડી ગામે પીજીવીસીએલએ સ્માર્ટ મીટર લગાવ્યાના બે માસનું ગ્રાહકોને પ્રથમ બિલ આપવામાં આવ્યું છે. જે બિલ બેથી ચાર ગણું વધું હોય, આમ આદમી પાર્ટી દ્વારા ગામજનોને સાથે રાખી જૂના અને નવા બન્ને બિલો લઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં સ્માર્ટ મીટરના કારણે ગ્રાહકોને ચાર ગણો જેટલો આર્થિક બોજો આવતા તે બાબતને ગંભીરતાથી લઈ યોગ્ય તપાસ કરવા માંગ કરાઈ છે. વધુમાં દિવસમાં આઠથી દસ વખત લાઈટ ડૂલ થતી હોવાથી રીડિંગ જમ્પિંગ, લાઈનલોશ અને મીટરમાં ટેકનિલક ખામી હોવાથી બિલ વધુ આવતા હોવાનું શક્યતા દર્શાવાઈ હતી.