Vadodara Crime : વડોદરાના પ્રતાપ નગરમાં વિહાર સિનેમા સામે સ્વસ્તિક એપાર્ટમેન્ટમાં રહેતા દશવતભાઈ અબ્બાસભાઈ શેખ પાણીગેટ રાજારાણી તળાવ પાસે આવેલી એમજીવીસીએલની સબ ડિવિઝન ઓફિસમાં 22 વર્ષથી લાઈનમેન તરીકે નોકરી કરે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેમના પરિવાર નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સવારે મારી નોકરી ઓફિસમાં ટેલીફોન ઓપરેટર તરીકેની હતી. વીજ કંપનીની ટીમને એક લીસ્ટ આપવામાં આવ્યું હતું. જેમાં બાકી વીજ બિલ ના ભર્યું હોય તેમના કનેક્શન કાપવાનું તેમજ મીટર કાઢી લેવાની સૂચના મળી હતી.
જેથી સબ ડિવિઝનના ઇન્ચાર્જ નાયાબેન, એન્જિનિયર પંકજ પાટીલ, સંદીપભાઈ રાણા, રામસિંગભાઈ રાઠોડ કામગીરી માટે ગયા હતા. પાણીગેટ ચંબુશાબાવાના ટેકરા પાસે રહેતા સૈયદખાન નિઝામખાન પઠાણનું 11,312 રૂપિયાનું બિલ બાકી હોય તેઓને અગાઉ જાણ કરવા છતાં બિલ ભર્યું ન હતું. જેથી ટીમ વીજ મીટર કાપીને ઓફિસ લઈ આવી હતી. બપોરે ત્રણ વાગ્યે સૈયદખાન પઠાણ ઓફિસે આવ્યો હતો અને સ્ટાફ કર્મચારીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. થોડીવાર પછી તો ચપ્પુ લઈને આવ્યો હતો અને તેની બહેન પણ આવી હતી. બંને અમારા સ્ટાફને ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસમાં ફોન કરતા સૈયદખાન ત્યાંથી ભાગી ગયો હતો.


