Gujarat

21 છોકરા-છોકરીઓના વર્ક પરમીટ વિઝા માટે 20.81 લાખ લઈ એજન્ટ દ્વારા છેતરપિંડી

By GS TEAM
21 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરામાં યુકેની વર્ક પરમીટના નામે છેતરપિંડીની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ

Summarized by AI; it may make mistakes. Check important info

21 છોકરા-છોકરીઓના વર્ક પરમીટ વિઝા માટે 20.81 લાખ લઈ એજન્ટ દ્વારા છેતરપિંડી

Vadodara Visa Fraud : વડોદરાના માંજલપુરમાં વ્રજધામ મંદિરની સામે માતૃપુરમ સોસાયટીમાં રહેતા અમિતકુમાર વિજયભાઈ ગુલરાજાનીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું યુનિટોટ ઇન્ટરનેશનલ નામથી પાસપોર્ટ વિઝા અને હોટલ બુકીંગનો બિઝનેસ કરું છું. ત્રણ વર્ષ અગાઉ ફેસબુક પર હર્ષદ રાકેશભાઈ બ્રહ્મભટ્ટ (રહે-તક્ષ કોમ્પ્લેક્સ, વાસણા રોડ) સાથે પરિચય થયો હતો. તેઓએ મને કહ્યું હતું કે મારી યુકે ખાતે કંપનીમાં ઓળખાણ છે અને જુદી-જુદી વર્ક પરમીટ કામ કરવાની વેકેન્સી છે તમારે કામ જોઈએ તો જણાવજો. મીટીંગ કર્યા પછી બે ત્રણ મહિનામાં મેં 21 છોકરા-છોકરીઓની યુકેની વર્ક પરમીટ વિઝાની ફાઈલ તેઓને મોકલી હતી. જેમાં એક ક્લાયન્ટનો ખર્ચ 7.5 લાખ રૂપિયા નક્કી કરી 21 ક્લાયન્ટના 1.57 કરોડ થશે તેવું જણાવ્યું હતું. મેં તેઓને 20.81 લાખ ચૂકવ્યા હતા. પરંતુ ત્યારબાદ તેણે મારા ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું અને યોગ્ય જવાબ પણ આપતો ન હતો.