Get The App

હજીરાની AMNSના મંજુરી વગર બાંધકામ મુદ્દે ઓથોરીટીએ એકમેક પાસે રિપોર્ટ માંગ્યા

Updated: Aug 26th, 2023

GS TEAM


Google News
Google News
હજીરાની AMNSના મંજુરી વગર બાંધકામ મુદ્દે ઓથોરીટીએ એકમેક પાસે રિપોર્ટ માંગ્યા 1 - image


- જમીન GIDCમાં છે કે નોટીફાઇડમાં ? વિકાસની પરવાનગી સરકારના કયા વિભાગમાંથી લેવાની ? પરવાનગી આપવાનો અધિકાર કોની પાસે છે ?

          સુરત

હજીરા વિસ્તારમાં આવેલી આર્સેલર મિત્ત નિપોન સ્ટીલ (એએમએનએસ) કંપનીએ સુડાની પરવાનગી વગર બાંધકામ કરવાના પ્રકરણમાં કાર્યવાહીનો આદેશ કરનાર અધિકારી પાસે હકીકકતલક્ષી રિપોર્ટ જરુરી આધારપુરાવા સાથે માંગવામાં આવ્યો છે.

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હજીરા ગામના બ્લોક નં.૧૭૬, ૨૧૬ થી ૨૨૪, ૨૨૮, ૨૩૦, ૨૩૧, ૨૩૫, ૨૩૬, ૨૬૭, ૩૧૧, ૩૫૩, ૩૫૩ અ-૧-અ પૈકી જમીનમાં રેસીડન્સીયલ ઝોન છે. છતા આ જમીનમાં એએમએનએસ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ કરી દેવાયુ છે. આ ફરિયાદના આધારે સુડાના અધિક મુખ્ય નગર નિયોજક દ્વારા સુડાના નાયબ કલેકટરની કોઇ મંજુરી લીધી નહીં હોવાથી બાંધકામોને સંર્પુણ બિનઅધિકૃત ગણી આગળની કાર્યવાહી કરવા આદેશ કરતા તપાસ શરૃ થઇ હતી.

આ તપાસમાં કાર્યવાહી કયા આધારે કરવી તે માટે સુડાના નાયબ કલેકટરે વળતા પત્રમાં મુખ્ય નગર નિયોજકને ચાર મુદ્દે તપાસ કરીને હીકકતલક્ષી રિપોર્ટ જરુરી આધાર પુરાવા સાથે મોકલી આપવા જણાવ્યું છે. વિકાસ પરવાનગી કયા વિભાગ પાસેથી મેળવી ? જમીન જીઆઇડીસીમાં  આવે છે કે નોટીફાઇડમાં ? વિકાસ પરવાનગી આપવાનો અધિકાર કોને છે ? વગેરે વિગતો મંગાવાઇ છે.

આ પ્રકરણની તપાસ શરૃ થઇ છે. સાથે ઓથોરીટી દ્વારા એકબીજા પાસે જવાબો માંગવામાં આવી રહ્યા હોવાનથી ચર્ચાનો વિષય બન્યો છે.

જે અધિકારીએ કાર્યવાહી કરવા આદેશ કર્યો તેની પાસે આ પુરાવા મંગાયા

(૧) એએમએનએસમાં પ્લોટ વેલીડેશન, બાંધકામ, બીયુસી આપવામાં આવેલ નથી. તથા ગુડા-૨૦૨૨ માંકોઇ અરજી થઇ નથી. આ વિકાસની પરવાનગીઓ કંપની દ્વારા સરકારના કયા સંબંધિત વિભાગમાંથી મેળવવા પાત્ર થતી હતી ? આ જગ્યા જીઆઇડીસી કે અન્ય નોટીફાઇડ વિસ્તારમાં આવે છે કે કેમ ? અત્રેથી વિકાસ પરવાનગી આપવાનો અધિકાર છે કે કેમ ?

(૨) રેસીડન્સીયલ ઝોન હોવાછતા ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ કર્યાની ફરિયાદ  બાબતે પ્લાન રેકર્ડ ચકાસી કોઇ શરતભંગ થાય છે કે કેમ ? જો કંપની દ્વારા કોઇ ઉલ્લઘન કે શરતભંગ કરવામાં આવેલ હોય તો તે કિસ્સામાં લાગુ પડતી કાયદાકીય જોગવાઇ તથા તે હેઠળ કરવાપાત્ર થતી કાર્યવાહી સ્પષ્ટ દર્શાવવી.

(૩) ડ્રાફટ ડેવલોપમેન્ટ પ્લાન-૨૦૩૫ની જોગવાઇઓનો ભંગ કરવામાં આવ્યો છે કે કેમ ? તથા શરતભંગ થતો હોવાના કિસ્સામાં લાગુ પડતી કાયદાકીય જોગવાઇઓ તથા તે હેઠળ કરવાપાત્ર કાર્યવાહી અંગેની વિગત સ્પષ્ટ દર્શાવવી.

(૪) મંજુર થયેલ પ્લાનના નકશામાં રસ્તા માટે અનામત રાખવામાં આવેલ જમીન ઉપર કંપની દ્વારા ઇન્ડસ્ટ્રીલ બાંધકામ કરવામાં આવેલ હોવાની રજુઆત બાબતે મંજુર નકશાનો રેકર્ડ ચકાસી તે હેઠળ કરવાપાત્ર કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરવી.

Tags :