મોબાઇલથી તેને ઓપરેટ કરી શકાય હાઉસ ક્લીનિંગ રોબોટનું નિર્માણ
વૃદ્ધો અને અશક્ત વ્યક્તિઓ માટે 12 વોલ્ટની બેટરીથી ચાલતો આ રોબોટ કચરા-પોતા કરી આપે છે
ભાવનગર, રાજકોટ : હાલના આધુનિક અને ઝડપી યુગમાં અવનવી શોધ માટે વિદ્યાર્થીઓ પણ ઉત્સાહી બન્યા છે. ભાવનગરની યુનિ.ના મિકેનિકલ વિભાગના વિદ્યાર્થીઓએ વૃદ્ધો અને અશક્ત મહિલાઓ માટે આશિર્વાદરૂપ હાઉસ ક્લિનિંગ રોબોટનું નિર્માણ કર્યું હતું. આજના યુગમાં જ્યારે વૃદ્ધો અને અશક્ત વ્યક્તિઓને ઘરની સાફ-સફાઈ કરવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે કમરના અને સ્નાયુઓના દુખાવાને કારણે એ લોકો સરખી રીતે ઘરની સાફ-સફાઈ કરી શકતા નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ઇનોવેટિવ યુનિવસટીના મિકેનિકલ વિભાગના વિદ્યાર્થીઓર્એ પ્રોફેસર નાં માર્ગદર્શનથી હાલની લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ હાઉસ ક્લીનિંગ રોબોટનું નિર્માણ કર્યું છે. આ હાઉસ ક્લીનીંગ રોબોટ વિશે વિશેષ માહિતી આપતા મિકેનિકલના હેડ જાનીએ જણાવ્યું હતું કે, આ રોબોટને મોબાઈલ ફોનની એપથી ઓપરેટ કરી શકાય છે. આ રોબોટ મોશન સેન્સરથી સજ્જ છે એટલે કોઈ પણ વસ્તુ સાથે ટકરાશે નહીં. આ રોબટમાં સકટ અને બ્લુટુથ સકટમાં ઓપરેશન માટે પ્રોગ્રામિંગ કરવામાં આવેલું છે અને તેમાં ક્લીનિંગ માટે વેક્યુમ ક્લીનર અને મોપનું એટેચમેન્ટ આપેલું છે. આ રોબોટને 12 વોલ્ટની બેટરીથી ચલાવી શકાય છે. ભવિષ્યમાં આ રોબોટને સોલારથી પણ ચલાવી શકાય છે અને જરૂરિયાત પ્રમાણે રોબોટની સાઈઝમાં પણ ફેરફાર કરી શકાય છે. આ રોબોટનું ઓપરેશન અને વકગ એકદમ સરળ રાખવામાં આવ્યું છે જેથી વૃદ્ધો આસાનીથી ઓપરેટ કરી શકે છે. આ રોબોટને અંદાજીત 3500 રૂપિયામા બનાવી શકાય છે