Get The App

બાંધકામ નિયમિત નહીં કરાવાતા જોધપુર,મકતમપુરા, સરખેજના ૧૩ શૈક્ષણિક એકમ તંત્ર દ્વારા સીલ કરાયા

કિડઝી પ્રિ-સ્કૂલ, એન્સીઅન્ટ સ્પ્રાઉટ,યુરો કિડસ સહિતના યુનિટ સામે કાર્યવાહી

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
બાંધકામ નિયમિત નહીં કરાવાતા જોધપુર,મકતમપુરા, સરખેજના ૧૩ શૈક્ષણિક એકમ તંત્ર દ્વારા સીલ કરાયા 1 - image

       

 અમદાવાદ,મંગળવાર,9 ડિસેમ્બર,2025

ગૃડા એકટ-૨૦૨૨ની જોગવાઈ અંતર્ગત બાંધકામ નિયમિત કરાવવા નોટિસ અને મૌખિક સુચના અપાયા પછી પણ બાંધકામ નિયમિત નહીં કરાવનારા જોધપુર ઉપરાંત મકતમપુરા અને સરખેજના ૧૩ શૈક્ષણિક એકમ દક્ષિણ-પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગે સીલ કર્યા છે. કિડઝી પ્રિ-સ્કૂલ, એન્સીઅન્ટ સ્પ્રાઉટ ઉપરાંત યુરો કિડસ સહિતના યુનિટ સામે કાર્યવાહી કરવામા આવી છે.

એસ્ટેટ વિભાગ તરફથી સીલ કરવામા આવેલા અન્ય શૈક્ષણિક એકમમા કેનકિડસ, બોપલ, મકતમપુરા વોર્ડમાં  ન્યુ એજ સ્કૂલ, બચપન પ્લે સ્કૂલ,નેશનલ સ્કૂલ, ફારૃક- એ-આઝમ સ્કૂલ, જુહાપુરા ઉપરાંત એ.ટી.તરબીયાહ ઈસ્લામિક અંગ્રેજી સ્કૂલ,ગુલશન-એ- મહેર સ્કૂલ, ફર્સ્ટ સ્ટેપ  પ્રિ-સ્કૂલ, અર્જુના સ્કૂલ,મકરબા ગામ અને જામીયા સ્કૂલ,સરખેજનો સમાવેશ થાય છે.