Get The App

જામનગરમાં કન્સ્ટ્રક્શનના ધંધાર્થી અને તેના મિત્ર પર જૂની અદાવતના મનદુખમાં હીચકારો હુમલો : 11 શખ્સો સામે ફરિયાદ

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં કન્સ્ટ્રક્શનના ધંધાર્થી અને તેના મિત્ર પર જૂની અદાવતના મનદુખમાં હીચકારો હુમલો : 11 શખ્સો સામે ફરિયાદ 1 - image

Jamnagar Crime : જામનગરમાં હિમાલય સોસાયટીમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા બાબુભાઈ દેવાભાઈ કનારા નામના 35 વર્ષના કન્સ્ટ્રકશનના ધંધાર્થી યુવાને પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર ભાવેશ માડમ ઉપર લોખંડના પાઇપ ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે સુનિલ ભાટીયા, મયુર ભાટીયા, દર્શન ભાટીયા, અને તેના અન્ય સાગ્રીતો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 જે ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઇજાગ્રસ્ત યુવાન ભાવેશ માડમ અને આરોપી સુનિલ ભાટીયા વચ્ચે અગાઉ માથાકૂટ થઈ હતી, જેના સમાધાન માટે ભાવેશ તથા ફરિયાદી બાબુભાઈ કનારાને આરોપીઓએ હિમાલય સોસાયટીમાં બોલાવ્યા હતા. જ્યાં સમાધાન કરવાના બદલે તમામ આરોપીઓએ બંને યુવાનો પર હુમલો કરી દીધો હતો, જેથી મામલો સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને તમામ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ ચલાવાઈ રહી છે.