Get The App

કોન્સ્ટેબલને માર મારી જાતે શરીરે બ્લેડો મારી નોકરીમાંથી કઢાવવાની ધમકી

અમરાઇવાડીમાં તેં બાતમી આપી મારા ઘરે પોલીસ કેમ મોકલી કહી હુમલો કર્યો

ચાલીમાં કેવી રીતે રહે છે અમે જોઇ લઇશું, જાનથી મારી નાંખીશું

Updated: Jun 23rd, 2025

GS TEAM

Google News
Google News

અમદાવાદ,સોમવારકોન્સ્ટેબલને માર મારી જાતે શરીરે બ્લેડો મારી નોકરીમાંથી કઢાવવાની ધમકી 1 - image

અમરાઇવાડી પોલીસ આપીને પકડવા માટે ગઇ હતી જેને લઇને ચાલીમાં રહેતા અને પોલીસમાં નોકરી કરતા કોન્સ્ટેબલ સાથે આરોપીઓએ તકરાર કરી હતી અને તું પોલીસને બાતમી કેમ આપે છે, કહી લાફો મારીને મારા મારી કરી હતી એટલું જ નહી આરોપીએ શરીરે જાતે બ્લેડો મારીને તારી સામે ફરિયાદ કરીને નોકરીમાંથી કઢાવવાની અને મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે પરિવારના ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હવે તું પોલીસમાં કેવી રીતે નોકરી કરે છે, અહિયાં ચાલીમાં કેવી રીતે રહે છે અમે જોઇ લઇશું, જાનથી મારી નાંખીશું

અમરાઇવાડી વિસ્તારમાં રહેતા અને  કોન્સ્ટેબલ તરીકે પોલીસમાં નોકરી કરતા યુવકે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા પરિવારના ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક ગઇકાલે તેના મિત્ર સાથે ચાલીના નાકે બેઠા હતા. આ સમયે ચાલીમાં રહેતા શખ્સના ઘરે અમરાઇવાડી પોલીસ ગઇ હતી.

થોડીવાર પછી મિત્રએ ફોન કરીને જાણ કરી હતી આરોપીની બહેન તારા ઘરે જઇને તારી માતા સાથે તકરાર કરી રહી છે. કોન્સ્ટેબલ ઘરે જતાં મહિલાએ તે પોલીસને કેમ બાતમી આપી યુવકે કહ્યું હું કંઇ જાણતો નથી. જેથી ઉશ્કેરાઇને મહિલાએ ગાળો બોલીને લાફો મારી દીધો હતો. થોડીવાર પછી ચારેય આરોપીઓએ આવીને કેમ પોલીસ મોકલી કહીને તકરાર કરીને મારા મારી કરી હતી, આ સમયે  આરોપીએ બ્લેડ લઇ આવીને જાતે પોતાના શરીરે બ્લેડો મારીને તારી વિરુધ્ધ ફરિયાદ કરીને તેને પોલીસની નોકરીમાંથી કઢાવીશ કહીને એટલું કહીને જતા જતા હવે તું કેવી રીતે નોકરી કરે છે અને અહિયાં ચાલીમાં કેવી રીતે રહે છે, કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

Tags :