Get The App

જામનગરના બ્યુટી પાર્લરમાં કામ કરતી મહિલા આર્ટિસ્ટને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું કાવતરું

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના બ્યુટી પાર્લરમાં કામ કરતી મહિલા આર્ટિસ્ટને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું કાવતરું 1 - image


Jamnagar : જામનગરમાં એક બ્યુટી પાર્લરમાં કામ કરતી મેકઅપ આર્ટિસ્ટને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવા માટેનું કાવતરું રચાયું છે, જે મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, અને પોલીસ દ્વારા તપાસનો ધમધમા શરૂ કરાયો છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં આદિત્ય પાર્ક વિસ્તારમાં રહેતી અને વાલકેશ્વરી નગરી વિસ્તારમાં એક બ્યુટી પાર્લરમાં નોકરી કરતી મહિલા મેકઅપ આર્ટિસ્ટ યુવતી, કે જેણે જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં અરજી કરી હતી, અને એક મોબાઈલ નંબર ના વપરાશ કર્તા ઉપરાંત ઇન્સ્ટાગ્રામની જુદી-જુદી બે આઈ.ડી. ના વપરાશકર્તા 3 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી પોતાને સોશિયલ મીડિયામાં બદનામ કરવાનું કાવતરું રચાયું હોવાનું જણાવ્યું હતું.

 પોતાના થોડા દિવસો પહેલા વોટ્સએપ કોલિંગથી કોઈ અજાણી વ્યક્તિએ વાતચીત કરી હતી, અને પોતાને ગાળો આપી હતી, અને અન્ય પુરુષ સાથેની ઇન્સ્ટાગ્રામની આઇડીના વપરાશકર્તા વ્યક્તિએ પોતાના ફોટા સાથે અન્ય પુરુષના ફોટા જોડી દઇ કેરેક્ટરને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

 જેમાં પ્રિન્સેસ 78692 નંબરની ઇન્સ્ટાગ્રામ આઈડીના વપરાશકર્તા વ્યક્તિ દ્વારા આ કાવતરું ઘડાયું હતું. ઉપરાંત ફિરદોષ-44 નંબરની બીજી આઈડીના વપરાશકર્તાએ પણ અજાણી પુરુષ વ્યક્તિ સાથેના પોતાના ફોટા અપલોડ કરી નીચે ગંદી કોમેન્ટ લખીને બદનામ કરવાનો પ્રયત્ન થયો હતો.

 જેથી આખરે આ સમગ્ર મામલો સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને મોબાઇલ નંબરના વપરાશકર્તા ઉપરાંત જુદી જુદી બે ઇન્સ્ટાગ્રામની આઇડીના વપરાશકર્તા સહિત ત્રણ વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ કરી છે.

 આથી સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઇ આઈ.એ.ધાસુરા અને તેઓની ટીમ દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે, અને ત્રણેય અજાણ્યા શખ્સો સામે બી.એન.એસ કલમ 356, 352 આઇટી એક્ટની કલમ 66(સી), 67 મુજબ ગુન્હો નોંધ્યો છે અને તેઓની શોધખોળ શરૂ કરી છે.

Tags :