વડોદરામાં મેટ્રો ટ્રેન અંગે સર્કિટ હાઉસથી ડેરીડેન સુધી બ્રિજ બનાવવાની વિચારણા
Vadodara Corporation : વડોદરામાં મેટ્રો ટ્રેન બાબતે શહેરના પશ્ચિમ વિસ્તારમાં સર્કિટ હાઉસથી ડેરી ડેન સુધી બ્રિજની કામગીરી અંગે રેલવે સત્તાધીશો સાથે પાલિકાની ચર્ચા વિચારણા ચાલી રહી છે. શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારને જોડતા કાલાઘોડા બ્રિજ જર્જરિત અવસ્થામાં હોવા અંગે પણ વિચારણા કરવામાં આવી છે.
હાલમાં દાંડિયા બજાર અકોટા બ્રિજ અને જેતલપુર બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ટ થયો છે. જ્યારે સયાજીગંજ રેલ્વે ગરનાળુ પ્રમાણમાં નીચુ હોવાથી સામાન્ય વરસાદ પડવાથી વાહન વ્યવહાર માટે બંધ થઈ જાય છે આ બાબતે પણ સઘન વિચારણા થઈ હોવાનું સ્થાયી સમિતિ ચેરમેન શીતલ મિસ્ત્રીએ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી સપ્ટેમ્બર મહિનામાં આ અંગે સગન મિટિંગ યોજાશે. મેટ્રો ટ્રેન બાબતે બ્રિજને મંજૂરી અંગે રેલવે મંત્રી સાથે પણ ચર્ચા વિચારણા થઈ છે.
કાલાઘોડા બ્રિજ સને 1950 માં બન્યો છે. 75 વર્ષ જૂના આ બ્રિજને કારણે જેતલપુર બ્રિજ અને ફતેગં તરફ વધુ ટ્રાફિક જામ સર્જાય છે આ અંગે પણ આયોજન કરવામાં આવ્યું છે. કાલાઘોડા બ્રિજ અંગે રાજ્ય સરકાર સાથે ચર્ચા વિચારણા બાદ આગળની કરાશે તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું.