Get The App

વડોદરા કોર્પોરેશન દ્વારા સ્મશાનોના ખાનગીકરણ કરવાનો વિરોધ ઉગ્ર બન્યો : કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરા કોર્પોરેશન દ્વારા સ્મશાનોના ખાનગીકરણ કરવાનો વિરોધ ઉગ્ર બન્યો : કોંગ્રેસના કાર્યકરોની અટકાયત 1 - image


Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 31 સ્મશાનોના સંચાલનનું ખાનગીકરણ કરવા લેવાયેલા નિર્ણયની સામે વિરોધ વધ્યો છે. છાણી ગામના સ્મશાનને ખાનગી એજન્સીને સોંપવાના નિર્ણયનો વિરોધ કરી રવિવારે છાણી ગામ બંધ સજ્જડ રાખવામાં આવ્યા બાદ આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસે પણ સ્મશાનોના ખાનગીકરણ મુદ્દે ખાસવાડી સ્મશાનની બહાર એકત્રિત થઈ સૂત્રોચાર કર્યા હતા, અને ખાનગીકરણનો વિરોધ કર્યો હતો.

વડોદરા કોર્પોરેશન દ્વારા સ્મશાનોના ખાનગીકરણ કરવાનો વિરોધ ઉગ્ર બન્યો : કોંગ્રેસના કાર્યકરોની અટકાયત 2 - image

છાણી ગામના સ્મશાન મુક્તિધામ અગાઉ ટ્રસ્ટ દ્વારા ચલાવતું હતું, પરંતુ કોર્પોરેશનએ ટ્રસ્ટને હટાવી ખાનગી એજન્સીને તેનું સંચાલન સોપ્યું છે જેની સામે વિરોધ કરીને સ્મશાનનું સંચાલન ફરી ટ્રસ્ટને જ ચોપવાની માગણી કરવામાં આવી છે. ખાસવાડી સ્મશાન ગૃહની બહાર કોંગ્રેસના આગેવાનોએ અને કાર્યકરોએ સ્મશાનોના ખાનગીકરણનો ઉગ્ર વિરોધ કરી કહ્યું હતું કે ખાનગીકરણના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, જ્યાં સુધી આ નિર્ણય પરત નહીં લેવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, અને જરૂર પડશે તો ભાજપ કાર્યાલયને ઘેરાવ પણ કરવામાં આવશે. કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ ફરકાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો, જોકે પોલીસે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી લીધી હતી. આ સમયે પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Tags :