Get The App

વડોદરામાં ફોરેસ્ટ ગાર્ડનના લોકાર્પણ પ્રસંગે અવગણના થતા કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ગિન્નાયા

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરામાં ફોરેસ્ટ ગાર્ડનના લોકાર્પણ પ્રસંગે અવગણના થતા કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ગિન્નાયા 1 - image


Vadodara : પર્યાવરણ દિને વહીવટી વોર્ડ નં-16માં પાલિકા દ્વારા ફોરેસ્ટ ગાર્ડનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. વોર્ડમાં બે કોર્પોરેટર ભાજપના અને બે કોર્પોરેટર કોંગ્રેસના છે. કાર્યક્રમ સમયે કોંગ્રેસના કોર્પોરેટર અલકાબેન પટેલને આવવામાં 15 મિનિટ જેટલું મોડું થયું હતું. કાર્યક્રમમાં તેમની વાટ નહીં જોવાતા અને કાર્યક્રમ સમયે તેમને છેલ્લે ઉભા રાખવામાં આવતા તેઓ રોષે ભરાયા હતા.

તેમણે કહ્યું કે, 8 વર્ષથી આ બાગ માટે અમે કામ કરી રહ્યા છીએ. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના કોર્પોરેટરોને આગળ કરવા જોઇએ. અમને પાછળ ધકેલ્યા તે વાત ના ચલાવી લેવાય. કાર્યક્રમમાં વડોદરાના મેયર પિન્કીબેન સોની, વિધાનસભા મુખ્ય દંડક બાળુ શુક્લ, સ્થાનિક ધારાસભ્ય મનીષાબેન વકીલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા ત્યારે જ બબાલ થઈ હતી.

અલકાબેન પટેલે જણાવ્યું કે, જ્યારે અહિંયા કશું ન હતું, ત્યારે હું અને ભથ્થુભાઇ ગાર્ડન લાવ્યા, અમે સ્વખર્ચે બધુ તૈયાર કર્યું છે. ગાર્ડનમાં ખાતમુહૂર્ત, વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યારે અમને છેલ્લે મોકલી દેવામાં આવે છે.

Tags :