જામનગરના લાખોટા તળાવમાં નવા પાણીની આવક થતાં કોંગ્રેસ દ્વારા પુષ્પવૃષ્ટિ કરી નવા નિરને વધાવ્યા
Jamnagar Congress : જામનગર શહેરની સાન સમા લાખેણા લાખોટા તળાવમાં ગઈકાલે વરસાદી પાણીનો પ્રવાહ આવ્યો હતો અને લાખોટા તળાવમાં નવા નીર આવ્યા હતા. દરેડની કેનાલ મારફતે પાણીની આવક શરૂ થઈ જતાં નવા પાણીને વધાવવા માટે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા તળાવની પાળે પહોંચી જઈ પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી.
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની રાહબરી હેઠળ વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદા, તથા અન્ય કોંગી કોર્પોરેટરો અને કાર્યકરોએ વરસ્તા વરસાદે નવા નિરના વધામણાં કરીને એકબીજાના મીઠા મોઢા કરાવ્યા હતા.