હળવદમાં પ્રાથમિક સુવિધાના મુદ્દે કોંગ્રેસનું ચીફ ઓફિસરને આવેદન
- શહેર કોંગ્રેસ, પૂર્વ તાલુકા પ્રમુખની ગેરહાજરી ઉડીને આંખે વળગી
- મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂવ હળવદ શહેર તથા તાલુકા પ્રમુખનું જુથવાદ સાપાટી પર આવ્યું
હળવદ : હળવદમાં પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે કોંગ્રેસ સમિતિનું ચીફ ઓફિસરને આવેદન આપ્યું હતું. જોકે, આ સમયે હળવદ શહેર કોંગ્રેસમાં જુથવાથ સપાટી પર આવ્યો હતો. ચીફ ઓફિસરને
આવેદન સમયે હળવદ શહેર કોંગ્રેસ અને તાલુકાના પૂર્વ પ્રમુખ અને તેના જુથના કાર્યકરોની ગેરહાજરીથી તર્કવિતર્ક સર્જાયા હતા.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની આગેવાનીમાં હળવદ કોંગ્રેસના કાર્યકરોએ? શહેરમાં લાઈટ,રોડ-રસ્તાઓ, ઉભરાતી ગટરો, પીવાના પાણીની સમસ્યા, ટ્રાફિક સહિતની જુદી જુદી ૧૦ જેટલી સમસ્યાને લઇ ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.જોેકે, આ સમયે ઘર્ષણ ન સર્જાય તે માટે નગરપાલીકા કચેરીએ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આગમી ૩૧મી જુલાઇ સુધી સમસ્યાનું નિરાકરણલાવવામાં નહીં આવે તો ગાંધીજી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચારી હતી.
જોકે, આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ, હળવદ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા, પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સ્થાનિક કોંગ્રેસના પીઢ આગેવાનો, પૂર્વ હળવદ શહેર અને તાલુકા પ્રમુખ અને તેનું જૂથ ગેરહાજર રહેતા તર્કવિતર્કો સર્જાયા છે.