Get The App

વાપીમાં રેલવે ફલાય ઓવરની કામગીરી મંથરગતિએ અને બિસ્માર માર્ગ સામે કોંગ્રેસના ધરણા

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
વાપીમાં રેલવે ફલાય ઓવરની કામગીરી મંથરગતિએ અને બિસ્માર માર્ગ સામે કોંગ્રેસના ધરણા 1 - image


Vapi News : વાપીના રેલવે ફ્લાય ઓવરના નિમાર્ણની કામગીરી મંથરગતિએ ચાલતી હોવા અંગે તથા શહેરના બિસ્માર માર્ગને લઇ વાપી શહેર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરાયું હતું. સાંજે 4 કલાકે મનપા કચેરી સુધી રેલી કાઢી કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવશે.

 વાપી પૂર્વ અને પશ્ચિમ તરફ આવાગમન કરવા માટે વર્ષો જુના રેલવે ફ્લાય ઓવર તોડી પાડી નવા ફ્લાય ઓવર નિમાર્ણ કરવા રચના એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયા બાદ કામગીરી શરૂ કરી હતી પણ નિયત સમય મર્યાદા કામ પૂર્ણ નહી થતા વાપીવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અને કામગીરી મંથરગતિએ ચાલી રહી છે. સાથે વરસાદને કારણે માર્ગો બિસ્માર બની ગયા હતા. ફ્લાય ઓવરની કામગીરી મંથરગતિએ અને માર્ગો બિસ્માર બની જતા ઉભી થયેલી સમસ્યા અંગે આજે શનિવારે વાપી શહેર કોંગ્રેસે ધરણા પ્રદર્શનના કાર્યક્રમની જાહેર કરી હતી.

વાપીમાં રેલવે ફલાય ઓવરની કામગીરી મંથરગતિએ અને બિસ્માર માર્ગ સામે કોંગ્રેસના ધરણા 2 - image

વાપી કસ્ટમ રોડ પર આવેલા જીએસટી ભવન નજીક વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેષ વશી, પાલિકાના માજી વિપક્ષ નેતા ખંડુ પટેલ, શહેર કોંગ્રેસ યુવા પ્રમુખ વરૂણ ઠાકુર, આગેવાનો સહિત કાર્યકરો ધરણા પર બેઠા હતા. કાર્યકરોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સાંજે 4 વાગ્યે ધરણાનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વાપી મનપા કચેરી સુધી રેલી કાઢવામાં આવશે. જ્યાં મનપાના કમિશ્નરને આવેદનપત્ર સુપરત કરાશે. અત્રે નોંધનીય છે કે રૂ.144 કરોડ ખર્ચે નિમાર્ણ પામી રહેલા ફ્લાય ઓવરની કામગીરી પૂર્ણ કરવા 18 મહિનાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યા પણ મંથરગતિએ ચાલતી કામગીરીને કારણે ત્રણ વર્ષ બાદ પણ કામગીરી પૂર્ણ નહી કરાતા આખરે લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

Tags :