Gujarat

કોંગ્રેસની રોડ, પાણી અને એસઆઈઆર મુદ્દે મ્યુ.કમિશ્નરને ઉગ્ર રજૂઆત

By GS TEAM
17 Nov 20251 min read
કોંગ્રેસની રોડ, પાણી અને એસઆઈઆર મુદ્દે મ્યુ.કમિશ્નરને ઉગ્ર રજૂઆત

વડોદરા શહેર કોંગ્રેસે મ્ય. કમિશનરને રોડ ભ્રષ્ટાચાર, ગંદા પાણીની સમસ્યા તથા એસઆઈઆર (સ્પેશ્યલ ઈન્સેન્ટિવ રિવિઝન) મુદ્દે મ્યુ.કમિશ્નરને ઉગ્ર રજૂઆત કરી હતી.

કોંગ્રેસે મ્યુ. કમિશનરને રજૂઆત કરી હતી કે, વોર્ડ ૧૨માં હલકી ગુણવત્તાના રોડ બનાવવાના ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. ફક્ત દંડ પૂરતો નથી, ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ કરીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. કિંમશનર ઓફિસની બહાર કાળા ડામરથી બીજેપી લખી અને સૂત્રોચાર કરીને અનોખો વિરોધ દર્શાવાયો હતો. વોર્ડનં.૪ અને ૧૨ માં પીવાના ગંદા પાણીની સમસ્યા અંગે પણ કોંગ્રેસે મ્યુ.કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી, અને મ્યુ. કમિશનરની ટેબલ ૫૨ જ ગ્લાસમાં ગંદું પાણી મૂકી જણાવ્યું હતું કે, નાગરિકો આવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. થોડા સમય પહેલા વોર્ડ નં.૨ માં કમળા અને કોલેરાના કેસ સામે આવ્યા હતાં. આ ઉપરાંત એસઆઈઆર અંગે ૨૦૦૨ પછી તૂટી ગયેલી વસાહતોના રહેવાસીઓને એન્યુમરેશન ફોર્મ આપવામાં આવે અને મતદાર યાદીમાથી તેમનાં નામો નીકળી ન જાયતનું ધ્યાન રાખવા માગણી કરી હતી.