જામનગરમાં થોડા સમય પહેલાં જ બનાવેલા રેલવે ઓવર બ્રિજમાં મોટો ગાબડું પડતાં કોંગ્રેસ દ્વારા ખાડા પૂજન કરાયું
Jamnagar Congress : જામનગર શહેરમાં ચાલુ વરસાદની સિઝનમાં રોડ રસ્તાની હાલત અત્યંત ખરાબ થઈ છે અને શહેરના નાગરિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલાં જ નિર્માણ પામેલા આંબેડકર બ્રિજ કે જે સમર્પણ સર્કલથી દિગજામ સર્કલ તરફ જાય છે, જે બ્રિજની ઉપર જ મસ મોટું ગાબડું પડી ગયું છે અને પુલ ઉપર જ અકસ્માતનો ભય તોડાઈ રહેલો છે.
આવી પરિસ્થિતિમાં આજે સવારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉપરોક્ત ખાડા પાસે બેસીને ફૂલના હાર ચડાવી ખાડાનું પૂજન કરવામાં આવ્યું હતું, અને નવતર પ્રકારે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેથી ત્યાંથી પસાર થનારા વાહન ચાલકોમાં ભારે કુતૂહલ પ્રસર્યું હતું. તંત્રની આ બાબતમાં ક્યારે આંખ ઉઘડશે અને બ્રિજની ઉપર જ આટલું મોટુ ગાબડું બુરવાની કાર્યવાહી થશે કે કેમ તેની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.