Get The App

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ-NCPના ગઠબંધનમાં ગાંઠ, બન્ને અલગ-અલગ લડશે ચૂંટણી

Updated: Jan 25th, 2025

GS TEAM

Google News
Google News
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ-NCPના ગઠબંધનમાં ગાંઠ, બન્ને અલગ-અલગ લડશે ચૂંટણી 1 - image

Congress-NCP Alliance : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં ચૂંટણીના મેદાનમાં બાજી મારવા માટે તૈયારી કરી લીધી છે. પક્ષના કાર્યકર્તાઓને રાત દિવસ જોયા વિના ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે હાકલ કરી દેવામાં આવી છે. ત્યારે આજે કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદની મુલાકાતે છે, ત્યારે તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે. જ્યારે મહારાષ્ટ્રમાં ગઠબંધન કરનાર NCP ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રભારીનું મોટું નિવેદન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતની મુલાકાતે છે. આજે તેમણે પ્રદેશ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે બેઠક કરી હતી. મુકુલ વાસનિકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે. ગઠબંધનના નિર્ણયમાં સ્થાનિક નેતાઓની મહત્ત્વની ભૂમિકા રહેશે, જે તે વિસ્તારમાં સ્થાનિક સંગઠનની માગ મુજબ ગઠબંધનનો નિર્ણય લેવાશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનનો નિર્ણય તેમને સ્થાનિક નેતાઓ પર છોડ્યો છે. 

શું ગઠબંધન કરવા માટે આમ આદમી પાર્ટી તૈયાર છે?

આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે જે રીતે લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના શાસનનો અંત લાવવા માટે આમ આદમી પાર્ટીને જે પણ કરવું પડે તે કરશે. કોંગ્રેસે સ્થાનિક લેવલે ગઠબંધનની વાત કરી છે તેને હું આવકારું છું. સ્થાનિક લેવલે ગઠબંધનના જે નિર્ણયો લેવાશે તેને રાષ્ટ્રીય સ્તરે પહોંચાડવામાં આવશે. 

ગઠબંધનને લઈને કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર: શક્તિસિંહ ગોહિલ

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગઠબંધનને લઇને મોટું નિવેદન આપ્યું છે. રાજ્ય સ્તરે કોંગ્રેસ ગઠબંધન નહીં કરે, ગઠબંધનને લઈને કોઈ પક્ષનો પ્રસ્તાવ આવ્યો નથી. સ્થાનિક સંગઠનની માંગ મુજબ ગઠબંધનની ચર્ચા થઈ હોવાની પણ તેમણે વાત કરી હતી. પોલિટિકલ અફેરની બેઠકમાં ગઠબંધન અંગે ચર્ચા કરવામાં આવશે.  

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેદાને ઉતરશે NCP

મહારાષ્ટ્રમાં ગઠબંધન કરનાર એનસીપી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડશે. જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણી લડવા માટે એનસીપી સજ્જ બની છે. નિકુલસિંહ તોમરે જણાવ્યું હતું કે સ્ટુડન્ટ વિંગના નેશનલ લેવલના સેક્રેટરી વિજય યાદવ 27મી જાન્યુઆરીએ ફોર્મ ભરશે. તેમજ  ઘાટલોડિયા કૉર્પોરેશનની પેટા ચૂંટણી પણ લડશે. અમે કોઈની સાથે ગઠબંધન કરવાના નથી.