Gujarat

વિશ્વામિત્રી ભ્રષ્ટાચાર મુદ્દે મગરની પ્રતિકૃતિ સાથે કોંગ્રેસ દ્વારા 'સત્તાધીશો જવાબ દો, હિસાબ દો' ના નારા સાથે વિરોધ પ્રદર્શન

By GS TEAM
8 Sep 20253 mins read
TukuTouch Logo
વિશ્વામિત્રી નદીમાં ગયા વર્ષે આવેલા ભારે પૂરના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. માનવસર્જિત આ પૂરના પડઘા રાજ્ય સરકાર સુધી પહોંચ્યા હતા. જ્યારે બીજી બાજુ વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા માટે રાજ્ય સરકારે રૂ.1200 કરોડ આપ્યા હોવા છતાં આ વર્ષે પણ ફરી એકવાર પૂરની સ્થિતિ સર્જાતા લોકોમાં ભય ફેલાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વામિત્રી ભ્રષ્ટાચાર મુદ્દે મગરની પ્રતિકૃતિ સાથે કોંગ્રેસ દ્વારા 'સત્તાધીશો જવાબ દો, હિસાબ દો' ના નારા સાથે વિરોધ પ્રદર્શન

Vadodara Vishwamitri River : વિશ્વામિત્રી નદીમાં ગયા વર્ષે આવેલા ભારે પૂરના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. માનવસર્જિત આ પૂરના પડઘા રાજ્ય સરકાર સુધી પહોંચ્યા હતા. જ્યારે બીજી બાજુ વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા માટે રાજ્ય સરકારે રૂ.1200 કરોડ આપ્યા હોવા છતાં આ વર્ષે પણ ફરી એકવાર પૂરની સ્થિતિ સર્જાતા લોકોમાં ભય ફેલાયો હતો.

ભારે વરસાદ સાથે જ વિશ્વામિત્રીમાં પૂર આવવાની શક્યતાથી લોકો દહેશતમાં મુકાયા હતા. આ અંગે શહેર કોંગ્રેસ વિશ્વામિત્રી નદી બાબતે જાતજાતના સવાલો વિશ્વામિત્રી ભ્રષ્ટાચાર પૂર-2025, સત્તાધીશો જવાબ દો હિસાબનો મુદ્દે ખંડેરાવ માર્કેટ ખાતે મ્યુનિસિપલ કમિશનર કચેરીએ એકત્ર થઈને રજૂઆત સાથે ભારે સૂત્રોચાર સાથે માંગણી કરવામાં આવી હતી. 

આજે કોર્પોરેશનની કચેરી ખાતે કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી અને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થું સહિત આગેવાનોએ હાથમાં મગરની પ્રતિકૃતિ રાખી વિશ્વામિત્રી પ્રોજેક્ટની નિષ્ફળતા અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે વિશ્વામિત્રી નદીમાં બે વખત ભારે પૂર અને એક વખત પૂરની દહેશત વચ્ચે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. જ્યારે બીજી બાજુ વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાનો પ્રોજેક્ટ રજૂ થતા રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 1200 કરોડ ફાળવ્યા હતા. શહેર ફરતે 26 કિ.મી. જેટલી લાંબી નદીને ચાર તબક્કામાં વહેંચીને પાલિકા દ્વારા ઊંડી અને પહોળી કરવાનો કાર્યક્રમ હાથ ધરાયો હતો. માત્ર સો દિવસમાં આ કાર્યક્રમ પૂરો પણ કરી દેવાયો હોવાની જાહેરાત કરાઈ હતી. ક્યારેય વિભાગમાં નદીને ઊંડી અને પહોળી કરવાના કામકાજમાં કેટલીય જગ્યાએ યોગ્ય સફાઈ નદીની ઊંડાઈ અને પહોળાઈ થઈ નહીં હોવાના આક્ષેપો થયા હતા. 

જ્યારે બીજી બાજુ તાજેતરમાં પડેલા વરસાદના કારણે આજવા સરોવરમાં પાણીની ભારે આવક થતા વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાયું હતું. જેથી નદીનું જળ સ્તર ઝડપભેર વધવા માંડ્યું હતું અને નદીનું જળ સ્તર 20 ફૂટ પાર કરે તેવી સંભાવનાઓ હતી. પરિણામે પૂરની દર્શન વચ્ચે તંત્ર દ્વારા તમામને સાબદા કરાયા હતા. 

દરમિયાન શહેર કોંગ્રેસ દ્વારા વિશ્વામિત્રી ભ્રષ્ટાચાર પૂર 2025 અને સત્તાધીશો જવાબ દો હિસાબ દોના નેજા હેઠળ પાલિકા મ્યુનિસિપલ કમિશનર કચેરીએ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુ સહિત અનેક કાર્યકરો એકત્રિત થયા હતા. ભારે સૂત્રોચાર સાથે કેટલાક સવાલો કરવામાં આવ્યા હતા જેમાં ખરેખર નદીની યોગ્ય સફાઈ થઈ છે કે કેમ?, નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી પર પણ અનેક સવાલો કોંગ્રેસ દ્વારા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા રૂપિયા 1200 કરોડ પાણીમાં ગયા હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. આવી રીતે આડેધડ નાણા વપરાતા પ્રજાના વેરાનો વેડફાટ હોવા અંગે પણ વિવિધ સવાલો ઉપસ્થિત કરાયા હતા. સરકાર દ્વારા ફાળવાયેલા કરોડો રૂપિયાનું શું થયું એ અંગે તંત્રના સત્તાધીશો આજે પણ જવાબ આપવાનો કેમ ટાળી રહ્યા છે એવો પણ સવાલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. જો હકીકતમાં વિશ્વામિત્રી નદીની તમામ જગ્યાએ ઊંડાઈ પહોળાઈ કરવામાં નથી આવી એવો સવાલ કરીને આ અંગે જવાબદાર કોણ છે તેવો પણ પ્રશ્ન તંત્ર સમક્ષ કર્યો હતો. 

મ્યુનિસિપલ કમિશનર કચેરીએ બપોરે પોણા બાર વાગ્યાના સુમારે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થું સહિત અનેક કાર્યકરોએ ભારે સૂત્રોચાર સાથે તમામ સવાલો રજૂ કર્યા હતા.