Gujarat

દારૂ-ડ્રગ્સના અડ્ડા પર મહિલા કોંગ્રેસ પાડશે 'દરોડા', સરકાર નિષ્ક્રિય હોવાના આરોપ સાથે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

By GS TEAM
4 Dec 20252 mins read
TukuTouch Logo
ગુજરાત પ્રદેશ કોંગ્રેસે રાજ્યમાં ફેલાયેલા દારૂ અને ડ્રગ્સના દૂષણને નાથવા માટે આજે 'નશા મુક્ત ગુજરાત' અભિયાનની આક્રમક શરૂઆત કરી છે. સરકાર પર નિષ્ક્રિયતાનો આરોપ મૂકતાં કોંગ્રેસે આ અભિયાનને જનતાના સહયોગથી સફળ બનાવવા માટે એક વિશેષ હેલ્પલાઇન નંબર 99090 89365 પણ જાહેર કર્યો છે, જેના પર જનતા મિસ્ડ કોલ કરીને અભિયાનને સમર્થન આપી શકે છે અથવા વોટ્સએપ મેસેજ દ્વારા દારૂ કે ડ્રગ્સ અંગેની ફરિયાદો અને માહિતી ગુપ્ત રાખીને આપી શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દારૂ-ડ્રગ્સના અડ્ડા પર મહિલા કોંગ્રેસ પાડશે 'દરોડા', સરકાર નિષ્ક્રિય હોવાના આરોપ સાથે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

Congress Helpline Number : ગુજરાત પ્રદેશ કોંગ્રેસે રાજ્યમાં ફેલાયેલા દારૂ અને ડ્રગ્સના દૂષણને નાથવા માટે આજે 'નશા મુક્ત ગુજરાત' અભિયાનની આક્રમક શરૂઆત કરી છે. સરકાર પર નિષ્ક્રિયતાનો આરોપ મૂકતાં કોંગ્રેસે આ અભિયાનને જનતાના સહયોગથી સફળ બનાવવા માટે એક વિશેષ હેલ્પલાઇન નંબર 99090 89365 પણ જાહેર કર્યો છે, જેના પર જનતા મિસ્ડ કોલ કરીને અભિયાનને સમર્થન આપી શકે છે અથવા વોટ્સએપ મેસેજ દ્વારા દારૂ કે ડ્રગ્સ અંગેની ફરિયાદો અને માહિતી ગુપ્ત રાખીને આપી શકશે. 

કોંગ્રેસના આકરા પ્રહારો

આ માહિતીના આધારે કોંગ્રેસ ડ્રગ્સ અને ચરસ-ગાંજાના અડ્ડાઓની જાણકારી પોલીસને આપશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પીવાનું પાણી ભલે ન મળે, પણ દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો છે, અને ગુજરાત હવે ડ્રગ્સ માટે લેન્ડિંગ હબ, મેન્યુફેક્ચરિંગ હબ, ટ્રેડિંગ હબ અને રિટેલિંગ હબ બની ગયું છે, જેના કારણે અનેક પરિવારો બરબાદ થયા છે.

વધુમાં, કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ સરકાર પાસે 72,000 કરોડના ડ્રગ્સના મુદ્દે 'વ્હાઇટ પેપર' રજૂ કરવાની માંગણી કરી હતી અને પ્રશ્ન કર્યો હતો કે જો ડ્રગ્સ પાકિસ્તાનથી આવતું હોય તો યુદ્ધ વિરામ વખતે સરકારે ડ્રગ્સ સપ્લાય અટકાવવાની શરત કેમ ન મૂકી. 

મહિલા કોંગ્રેસની આક્રમક રણનીતિ

બીજી તરફ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલે જાહેરાત કરી કે આવતી કાલથી મહિલા કોંગ્રેસ સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળશે અને જ્યાં પણ દારૂ કે ડ્રગ્સના અડ્ડા હશે, તેની જાણકારી પોલીસને કરાશે. તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે જો પોલીસ પગલાં નહીં લે, તો મહિલાઓ રોડ પર ઉતરીને પોતે જ અડ્ડાઓ પર દરોડા પાડશે અને આંદોલન કરશે. 

અભિયાનની શરૂઆત પૂર્વે NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીથી વિવિધ કેમ્પસને આવરી લેતી એક વિશાળ બાઈક રેલી પણ યોજવામાં આવી હતી.