Get The App

સુરતના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે કોંગ્રેસે મુખ્યમંત્રીને કરી ફરિયાદ

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
સુરતના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે કોંગ્રેસે મુખ્યમંત્રીને કરી ફરિયાદ 1 - image


Surat Congress : સુરત પાલિકાના રહેણાંક વિસ્તારમાં થતા ગેરકાયદે બાંધકામ અંગે સુરત પાલિકા અને અન્ય જગ્યાએ અનેક ફરિયાદ કર્યા બાદ હવે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી છે. સુરત શહેરના રહેણાંક વિસ્તારમાં બે રોક ટોક થતા ઈન્ડસ્ટ્રીયલ બાંધકામ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. કોટેઝ ઈન્ડસ્ટ્રીઝ ના નામે ગેરકાયદે ઈન્ડસ્ટ્રીયલ બાંધકામ થાય છે અને પાલિકાને પેઈડ એફ.એસ.આઈ.ની ખોટ જતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

સુરત પાલિકા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કરનારા, પાલિકાના  કર્મચારી, અધિકારી અને રાજકારણીઓની મીલી ભગત થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વખતથી આ ફરિયાદ થઈ રહી છે અને કેટલાક ફરિયાદના નામે તોડ પણ કરી રહ્યાંનો આક્ષેપ કરવામાં આવી રહ્યા હોવાની પણ ફરિયાદ થઈ રહી છે. જોકે, રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે ભારે હોબાળો થઈ રહ્યો છે. દરમિયાન આજે કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે.

સુરતના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે કોંગ્રેસે મુખ્યમંત્રીને કરી ફરિયાદ 2 - image

 કોંગ્રેસના ધારાસભ્યની ફરિયાદમાં જણાવ્યું છે કે, બિલ્ડરો અને કોન્ટ્રાક્ટર દ્વારા રહેણાંક વિસ્તારમાં કોટેઝ ઈન્ડસ્ટ્રીઝ, લઘુ ઉદ્યોગના બાંધકામ માટે પ્લાન મંજૂર કરાવી કોમર્શિયલ ઈન્ડસ્ટ્રીયલ મુજબ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યા છે. બિલ્ડરો દ્વારા મંજુર પ્લાનની વિરુદ્ધમાં સંપૂર્ણ માર્જિન અને પાર્કિંગ કવર કરીને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે. બાંધકામ પૂર્ણ થયા બાદ બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ લીધા વિના જ ગેરકાયદેસર ઉપયોગ શરૂ કરી દેવામાં આવે છે. પાણી-ડ્રેનેજના ગેરકાયદેસર જોડાણ કરીને ઉપયોગ શરૂ કરવામાં આવે છે. 

અનેક લોકોની રજુઆત બાદ પણ  સુરત મહાનગરપાલિકા અને સુરત કલેક્ટરને વારંવાર આ અંગે ફરિયાદ કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન કરી ફક્ત કાગળ પર કાર્યવાહી કરવામાં આવે છે. જે પણ જગ્યાએ મંજુર પ્લાન વિરુદ્ધ બાંધકામો થયેલ હોય તેને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે, જે-તે પ્રોજેક્ટ દ્વારા ઉપયોગ શરૂ કરવામાં આવેલ હોય પરંતુ બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ લીધેલ ન હોય તો તેને તાત્કાલિક ધોરણે સીલ કરી અને ઉપયોગ બંધ કરાવવામાં આવે તેવી માંગણી કરી છે. 

Tags :