Gujarat

લાખો ફોર્મ-7 ભાજપ પાસે કેવી રીતે આવ્યાં? મતાધિકાર છીનવવા સુનિયોજિત ષડયંત્રનો કોંગ્રેસનો આક્ષેપ

By GS TEAM
13 Feb 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ચૂંટણી અધિકારીઓની મિલીભગતથી મતદારોનો મતદાન અધિકારને છીનવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુનિયોજન ષડયંત્રના ભાગરુપે જ લાખો ફોર્મ-7 ભરાયાં છે. આક્ષેપ કરી કોંગ્રેસે સવાલ કર્યો છે કે, લાખો ફોર્મ-7 ભાજપના કાર્યકરો પાસે આવ્યાં કેવી રીતે? એવી માંગ કરાઈ છેકે, ખોટા ફોર્મ-7 ભરવા તે ફોજદારી ગુનો બને છે, ત્યારે કમલમ કાર્યાલયના આદેશથી જે ભાજપના કાર્યકરોએ વાંધા ઉઠાવ્યાં છે તેમની સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

લાખો ફોર્મ-7 ભાજપ પાસે કેવી રીતે આવ્યાં? મતાધિકાર છીનવવા સુનિયોજિત ષડયંત્રનો કોંગ્રેસનો આક્ષેપ

Congress Targets BJP Over Lakhs of Form-7 Forms: ગુજરાતમાં ચૂંટણી અધિકારીઓની મિલીભગતથી મતદારોનો મતદાન અધિકારને છીનવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુનિયોજન ષડયંત્રના ભાગરુપે જ લાખો ફોર્મ-7 ભરાયાં છે. આક્ષેપ કરી કોંગ્રેસે સવાલ કર્યો છે કે, લાખો ફોર્મ-7 ભાજપના કાર્યકરો પાસે આવ્યાં કેવી રીતે? એવી માંગ કરાઈ છેકે, ખોટા ફોર્મ-7 ભરવા તે ફોજદારી ગુનો બને છે, ત્યારે કમલમ કાર્યાલયના આદેશથી જે ભાજપના કાર્યકરોએ વાંધા ઉઠાવ્યાં છે તેમની સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ.

વાંધાઓની ચકાસણીમાં ઘટસ્ફોટ

કમલમથી પ્રિન્ટેડ ફોર્મ 7 કયા અધિકારીની સહીથી પહોચ્યા, થપ્પાબંધ ફોર્મ 7 કોને ચૂંટણી પંચમાં જમા કરાવ્યા તેની વિગતો જાહેર કરો તેવી માંગ કરતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ચૂંટણીપંચ પાસે 15 જાન્યુઆરી સુધી નહિવત્ ફોર્મ-7 આવ્યા હતા. અચાનક જ રાતોરાત લાખો ફોર્મ-7 જમા થયા હતાં. સૌ પ્રથમ 12,59,229 ફોર્મ-7ના વાંધા આવ્યા હોવાનું ચૂંટણી પંચે જ જાહેર કર્યું હતું. ત્યાર બાદ 6.50 લાખથી વધુ ફોર્મ આવ્યા અને છેલ્લે 1,83.235 ફોર્મના વાંધા મળ્યા છે તેવુ જણાવાયું. ટૂંકમાં રાજ્ય ચૂંટણી પંચ સાચી વિગતો જ જાહેર કરતું નથી. 

આ પણ વાંચો: કોન્ટ્રાક્ટરોને ઘી-કેળા! AMCની સ્થાયી સમિતિમાં 45 મિનિટમાં 216 કરોડના કામ મંજૂર

તેમણે આક્ષેપ કર્યો કે, ભાજપના અરજદારોએ ચૂંટણી પંચના મેણાપીપણાથી પુરાવા વગર, ખોટી  સહી, ખોટા અરજદારો ઊભા કરીને, ખોટા સરનામા સાથે થપ્પાબંધ ફોર્મ ભર્યા હતાં. આ જોતાં લાગે છેકે, રાજ્ય ચૂંટણી પંચસરકારની કઠપુતળીની જેમ કામ કરે છે. આજદીન સુધી ચૂંટણી પંચે ખોટા વાંધા રજૂ કરનાર ઉપર ફોજદારી કાર્યવાહી કરી નથી. આણંદ જિલ્લામાં 69057 ફોર્મ 7 ભરાયાં તેમાં માત્ર 747 ફોર્મ સ્વીકારાયા હતા, ખેડા જિલ્લામાં ફોર્મ 71,35,174 આવ્યા હતા જેમાં 1025 સ્વીકારાયા હતાં. ભરૂચ જિલ્લામાં 91169 વાંધા આવ્યા હતા તેમાંથી 804 સ્વીકારવામાં આવ્યા હતા એટલે 99 ટકા ફોર્મ 7ને રિજેક્ટ કરવામાં આવ્યા હતા.

બજેટ સત્રના પ્રથમ દિવસે જ ગાંધીનગરમાં કોંગ્રેસની જનઆક્રોશ સભા યોજાશે

16મીએ બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પ્રથમ દિવસે જ કોંગ્રેસે નાના વેપારીઓથી માંડીને લારી ગલ્લા, ખેડૂતો, આદિવાસી, દલિતો સહિત યુવાઓના પ્રાણપ્રશ્નોને વાચા આપવા જન આક્રોશ સભાનું આયોજન કર્યું છે. આંગણવાડી બહેનોથી માંડીને મનરેગાના મજૂરોની સમસ્યાને પણ આ સભામાં ઉજાગર કરાશે. 16મીએ બપોરે એક વાગે જનઆક્રોશ સભા યોજવા નક્કી કરાયુ છે.