Get The App

બરોડા ડેરીની ચૂંટણી માટે દૂધના ભાવમાં વધારો કર્યો હોવાના કોંગ્રેસના આક્ષેપ

Updated: May 3rd, 2025

GS TEAM


Google News
Google News
બરોડા ડેરીની ચૂંટણી માટે દૂધના ભાવમાં વધારો કર્યો હોવાના કોંગ્રેસના આક્ષેપ 1 - image


Vadodara : બરોડા ડેરીએ દૂધના ભાવમાં વધારો કરતા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ ડેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજી બરોડા ડેરીની ચૂંટણી માટે ભાવ વધારો કરાયાના આક્ષેપ કરી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી. 

તાજેતરમાં બરોડા ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ ભાવ વધારો પાછો ખેંચવા આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મકરપુરા બરોડા ડેરી ખાતે ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં ઉપપ્રમુખ નરેન્દ્ર જયસ્વાલ, હોદ્દેદારો, કાર્યકર્તાની ઉપસ્થિતિમાં ભાવ વધારો પાછો ખેંચો, મોંઘવારીથી ત્રસ્ત મહિલાઓ જાગો જેવા પોસ્ટર-પ્લેકાર્ડ સાથે દેખાવો યોજ્યો હતો. અને હાય રે ભાજપ હાય હાય, ભાજપ સરકારની તાનાશાહી નહીં ચાલે તેવા સૂત્રોચાર સાથે થાળી વેલણ વગાડી વિરોધ કરી બરોડા ડેરીના એમડી અજય જોશીને ભાવ વધારો પાછો ખેંચવા આવેદનપત્ર થકી રજૂઆત કરી હતી. આ સમયે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોને ડેરીમાં પ્રવેશ ન મળતા એમડી સમક્ષ હોબાળો મચાવી ઘાસચારો, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા નથી અને માત્ર બરોડા ડેરીની ચૂંટણીના કારણે ભાવ વધારો કર્યો છે તેવા આક્ષેપ કોંગ્રેસે કર્યા હતા.

Tags :