જામનગર પાલિકાની કચેરીમાં આજે ફરી કોંગ્રેસ દ્વારા ભાજપના 40 ટકા કમિશનના ભ્રષ્ટાચારના મામલે ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Congress : જામનગર શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના પદાધિકારીઓ સામે છેલ્લા કેટલાક સમયથી મોરચો ખોલ્યો છે, અને સત્તાધારી પક્ષ દ્વારા શહેરના વિકાસ કામમાં 40 ટકાના કમીશન સાથેનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. જે મુદ્દે સમયાંતરે આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.
જેના ભાગરૂપે આજે ફરી કોંગી કાર્યકરો મેદાને પડ્યા હતા. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ ચેરમેનની કચેરીના દ્વારે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાનીમાં કોંગી કાર્યકરો ધરણા પર બેસી ગયા હતા. પોતાના હાથમાં 'ભાજપ તુને ક્યા કિયા, ભય ભૂખ કે સાથ 40 ટકા કા ભ્રષ્ટાચાર કિયા' જેમાં ગાંધીજીના ત્રણ બંદરો દોરવામાં આવ્યા હતા, જે પોસ્ટરો રાખ્યા હતા સાથોસાથ રંગમતી નદી ઊંડી ઉતારવા ભાજપના પદાધિકારીઓનું 40 ટકા કમિશન જેવા પોસ્ટરો દેખાડીને કચેરીને દ્વારે આજે ફરી ધરણા પર બેસી કોંગી કાર્યકરોએ સૂત્રોચાર કર્યા હતા.








