Get The App

લાંચ કેસમાં કમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂર

બે લાખની લાંચ માંગવામાં આવી હતી

બે લાખની લાંચ માંગવામાં આવી હતી

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
લાંચ કેસમાં કમ્પ્યુટર ઓપરેટરની જામીન અરજી નામંજૂર 1 - image


વડોદરા : રેતીનો સ્ટોક રાખવા માટે કરવામાં આવેલી અરજીને મંજૂરી આપવા માટે રૃા.૨ લાખની લાંચ લેવાના કેસમાં સંડોવાયેલા કમ્પ્યુટર ઓપરેટરે જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી..

કેસની વિગત એવી છે કે, ફરિયાદીએ  રેતીનો સ્ટોક રાખવા માટે ઓન લાઇન એપ્લિકેશન કરી હતી અને ત્યાર બાદ તેઓ ખાણ-ખનીજ વિભાગના સિનિયર ક્લાર્ક યુવરાજસિંહને મળતા તેણે લાંચ પેટે રુા.૨ લાખની માંગણી કરી હતી. ત્યાર બાદ લાંચનું છટકુ ગોઠવવામાં આવતાં આરોપી યુવરાજસિંહ અને કિરણ પરમાર એસીબીના હાથ ઝડપાઇ ગયા હતા.

જ્યારે આ કેસમાં એસીબીએ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી રવીકુમાર કમલેશકુમારમિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત જીતેન્દ્રકુમાર પટેલની પણ ધરપકડ કરી હતી.પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી કિરણ પરમારે જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજી નામંજૂર કરી હતી.

Tags :