Gujarat

શામપરામાં આવેલી મશીનરી કંપનીના ડિરેક્ટરને કોમ્પ્યુટર ઓપરેટરે ધમકી આપી

By GS TEAM
13 Nov 20251 min read
શામપરામાં આવેલી મશીનરી કંપનીના ડિરેક્ટરને કોમ્પ્યુટર ઓપરેટરે ધમકી આપી

વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

કોમ્પ્યુટર ઓપરેટરને કંપનીની પ્રોડક્ટની ડિઝાઈન પેનડ્રાઈવ લઈ જતાં પકડી લીધો હતો

ભાવનગર: રાજકોટ-ભાવનગર હાઈ-વે પર શામપરામાં આવેલી મશીનરીની કંપનીના કોમ્પ્યુટર ઓપરેટરે કંપનીના ડિરેક્ટરને અપશબ્દો કહી ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

શહેરના વિજયરાજનગરમાં રહેતા અને રાજકોટ-ભાવનગર હાઈ-વે પર શામપરા (ખો) ગામે આવેલી આવડ કૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી.ના ડિરેક્ટર વલ્લભભાઈ મેઘજીભાઈ વિરડીયાએ વરતેજ પોલીસ મથકમાં સરદાર જીતુભાઈ ખેર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમની કંપનીના કોમ્પ્યુટર ઓપરેટર ઉક્ત સરદારભાઈ તેમની કંપનીની પ્રોડક્ટની ડિઝાઈન પેનડ્રાઈવમાં લઈ જતા હતા, જેમને પકડ લઈ પેનડ્રાઈવ તેમની પાસેથી પરત માંગતા પેનડ્રાઈવ આપવાની ના પાડી અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ  અંગે વરતેજ પોલીસે ગુનો નોંધ્યો છે.