સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં છેલ્લા ત્રણ દિવસથી કચરા ગાડી ન આવતી હોવાની ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં છેલ્લા ત્રણ દિવસથી કેટલાક વિસ્તારમાં કચરા ગાડી ન હોવાથી કેટલીક જગ્યાએ ઉકરડા હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. કચરા ગાડી ન આવતા લોકો જાહેરમાં કચરો ફેંકે છે તેથી લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. કોન્ટ્રાક્ટરો કર્મચારીઓને પગાર ન આપતા હોવાથી કામગીરી યોગ્ય ન થતી હોવાનો આક્ષેપ પાલિકાના વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.
સુરત પાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કોન્ટ્રાક્ટ આપ્યા છે પરંતુ કેટલાક વિસ્તારમાં કોન્ટ્રાક્ટરોની અનિયમિતતાની ફરિયાદ થઈ રહી છે. હાલમાં પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ડોર ટુ ડોર ના કોન્ટ્રાક્ટર સામે વ્યાપક ફરિયાદ થઈ રહી છે. પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં અનેક વિસ્તારમાં ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરની ગાડી ન આવતી હોવાની ફરિયાદ વિપક્ષે કરી છે.
વિપક્ષે ફરિયાદ કરતાં કહ્યું છે કે, સેન્ટ્રલ ઝોનના ઝાંપા બજાર, ટાવર રોડ સૈફી સ્ટ્રીટ, રામપુરા ડચ કબ્રસ્તાન પાસે, શાહપોર સર જે.જે.સ્કૂલની ગલી વકીલ સ્ટ્રીટમાં, હરીપુરા કાંસકીવાડ, લોખાત હોસ્પિટલ પાસેના વિસ્તાર, રૂદરપુરા, ગોપીપુરા અને નાનપુરા મટન માર્કેટ પાસે સહિતની અનેક જગ્યાએ છેલ્લા ત્રણ દિવસથી કોન્ટ્રાક્ટરની ગાડી આવી નથી તેથી જાહેર રસ્તા પર કચરો પડ્યો રહે છે અને વાસ મારી રહ્યો છે. આવી સ્થિતિના કારણે લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે તેથી આ ફરિયાદનું તાકીદે નિવારણ આવે તે માટે માગણી કરવામાં આવી છે.








