થાનમાં ફાયરિંગના બનાવમાં બંને પક્ષની સામસામી 9 શખ્સ સામે ફરિયાદ

જમીન
પરનું ગેરકાયદે દબાણ દૂર કરવાને લઇ વિવાદ થયો હતો
આરોપીએ
બે રાઉન્ડ ફાયરિંગ કરી તલવાર,
કુહાડી, પાઈપ, ચેઇન વડે
હુમલો કરી ધમકી આપી હતી
સુરેન્દ્રનગર -
થાન શહેરમાં વૃદ્ધ વેપારી કાકા અને ભત્રીજાના ઘરમાં ઘૂસી
હુમલો તેમજ ફાયરિંગનો બનાવ બન્યો હતો જે મામલે થાન પોલીસ મથકે સામ સામે નવ શખ્સો
સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
થાન
શહેરના દરબારગઢ શેરી ધોળેશ્વર સ્કૂલ સામે રહેતા દીપેનભાઈ ચંદ્રકાંતભાઈ ભરાડએ દોઢ
વર્ષ પહેલા તેમના મામાના નામે થાન-મોરથળા રોડ પર સીમમાં વેચાણથી જમીન લીધી હતી અને
તેમના ખેતરની બાજુમાં જયપાલભાઈ ઉર્ફે ભાણાના મામા ગોવાભાઈ સભાડની જમીન આવેલી છે.
ત્યારે ગોવાભાઈએ દીપેનભાઈની જમીન પર કરેલા ગેરકાયદેસર દબાણ દીપેનભાઈએ દૂર કરાવ્યું
હતું. જનું મનદુઃખ રાખી પાંચ શખ્સોએ એક સંપ થઈ દીપેનભાઈના ઘરે આવી લોખંડના પાઇપ, તલવાર જેવા હથિયારો
વડે હુમલો કર્યોે હતો તેમજ જયપાલભાઈએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ તેમજ બીજું ફાયરિંગ
ફરીયાદી પર કરતા મિસ ફાયર થયું હતું. તેમજ ફરિયાદીના દાદા ધીરજલાલ હરિભાઈ ભરાડ,
(ઉ.વ.૭૮) પર પણ હુમલો કરી ઈજાઓ પહોંચાડી નાશી છુટયા હતા. જે મામલે
દીપેનભાઈએ થાન પોલીસ મથકે (૧) જયપાલભાઈ ઉર્ફે ભાણો રઘુભાઈ સિંધવ (૨) રાહુલભાઈ
ઉર્ફે ચોટી દિનેશભાઈ પરમાર (૩) મેહુલભાઈ ઉર્ફે ઘોઘો બહાદુરભાઈ ધોળકિયા (૪)
ગોપાલભાઈ અને (૫) મુન્નાભાઈ રઘુભાઈ સિંધવ (તમામ રહે.થાન) સામે ફરિયાદ નોંધાવી છે.
સામા
પક્ષે જયપાલભાઈ ઉર્ફે ભાણો રઘુભાઈ સિંધવે પણ થાન પોલીસ મથકે (૧) દીપેનભાઈ ભરાડ (૨)
પ્રતીકભાઇ ભરાડ (૩) દીપેનભાઈના પપ્પા અને (૪) પ્રતિકભાઈના પપ્પા સામે તલવાર, કુહાડી, લોખંડના પાઈપ, બાઈકની ચેઇન વડે મારમારી જાનથી મારી નાખવાની
ધમકી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

