Get The App

ધંધામાં રોકાણ કરાવી કારખાનેદારના રૂા. 33 લાખ ઓળવી ગયાની ફરિયાદ

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
ધંધામાં રોકાણ કરાવી કારખાનેદારના રૂા. 33 લાખ ઓળવી ગયાની ફરિયાદ 1 - image


કોઠારિયાના પિતા અને 2 પુત્રો સામે ગુનો નોંધાયો : કારખાનેદાર પાસે ધંધા માટે બેન્કમાંથી લોન અને સીસી લેવડાવી હતી, જેના હપ્તા ભરવાનું બંધ કરી દીધું

રાજકોટ, : કોઠારીયામાં રામેશ્વર ગોલ્ડ શેરી નં.  3માં રહેતા અને લોઠડા ગામે અક્ષર ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનુ ધરાવતા કુલદીપ સુરેશભાઈ અગોલા (ઉ.વ. 27)એ ધંધા માટે આપેલા રૂા. 33 લાખ વિશ્વાસઘાત, છેતરપિંડી કરી ઓળવી ગયાની અર્પિત, તેના ભાઈ શરદ ઉર્ફે આશિષ અને પિતા ચંદુભાઈ રણછોડભાઈ ચોથાણી (રહે. કોઠારીયા) વિરૂધ્ધ આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

આંગન નામની ભાગીદારી પેઢી શરૂ કરી હતી.જેમાં તે અને અર્પિત ભાગીદાર હતા.જ્યારે અર્પિતનો પિતા અને ભાઈ તમામ વહીવટકર્તા હતા.ધંધો શરૂ કરવા માટે તેણે મશીનરી ખરીદવા રોકડા રૂા. 11 લાખ આપ્યા હતા. આ પછી જુદી-જુદી બેન્કમાંથી રૂા. 71.81 લાખની લોન અને સીસી લઇ આંગન પેઢી અને આરોપીઓના પર્સનલ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતાં.

9 મહિના સુધી બધુ બરાબર ચાલ્યું હતું. તેણે લીધેલી લોનના હપ્તા આંગન પેઢીના એકાઉન્ટમાંથી ચૂકવાતા હતા. આરોપીઓએ દસેક હપ્તા સમયસર ભર્યા બાદ હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. જે બાબતે અવારનવાર આરોપીઓને કહેતો હતો. તેના પિતાએ પૈસા પરત માંગતા આરોપીઓએ કહ્યું કે કંપની નુકસાનીમાં છે.  જેથી તેના પિતાએ નુકસાનીનો હિસાબ માંગતા આરોપીઓએ કહ્યું કે આપણે ભાગીદારી પેઢી છૂટી કરી નાખીએ. પરિણામે લખાણ કર્યું હતું. જેમાંથી તેને રૂા. ૩૩ લાખ લેવાના નીકળતા હતા. લોનના હપ્તા આરોપીઓ ભરશે તેવું નક્કી થયું હતું. આરોપીઓ કારખાનુ બંધ કરી જતા રહ્યા બાદ જાણવા મળ્યું કે કારખાનું પણ ભાડે હતું. આરોપીઓએ તેના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. જેને કારણે આખરે ફરિયાદ નોંધાવી હતી. 


Tags :