Gujarat

કાલાવડના ટોડા ગામની સીમ વિસ્તારમાં ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટમાંથી રૂપિયા 1,30,000 ની કિંમતના વાયરની ચોરી થયાની ફરિયાદ

By GS TEAM
25 Jun 20251 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમ વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટમાંથી કોઈ તસ્કરો રૂપિયા એક લાખ ત્રીસ હજારની કિંમતના વાયરની ચોરી કરી લઈ ગયા હોવાથી કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડના ટોડા ગામની સીમ વિસ્તારમાં ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટમાંથી રૂપિયા 1,30,000 ની કિંમતના વાયરની ચોરી થયાની ફરિયાદ

Jamnagar Theft Case : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમ વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટમાંથી કોઈ તસ્કરો રૂપિયા એક લાખ ત્રીસ હજારની કિંમતના વાયરની ચોરી કરી લઈ ગયા હોવાથી કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમમાં સર્વે નંબર 1037 માં ખાનગી કંપનીનો સોલાર પ્લાન્ટ પાથરવામાં આવેલો છે, જે સ્થળે શરીફ ખાન આમિર ખાન પઠાણ કે જે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. અને ઉપરોક્ત સ્થળેથી તારીખ 15.6.2025 થી તારીખ 16.6.2025 ના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ અંદર પ્રવેશ કરી સોલાર પેનલની નીચે પાથરવામાં આવેલા આશરે 6,500 મીટર વાયર કે જેની કિંમત અંદાજે એક લાખ ત્રીસ હજાર રૂપિયા જેટલી થાય છે. જેની ચોરી કરીને લઈ ગયા હોવાથી કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પી.એસ.આઇ. એમ.વી.પરમાર અને તેઓની ટીમ તપાસ ચલાવી રહી છે.

જામનગર શહેરમાંથી વધુ એક મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ

જામનગરમાં ઇન્દિરા સોસાયટીમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા લાલજીભાઈ બચુભાઈ રાઠોડ નામના 65 વર્ષના બુઝુર્ગ કે જેઓએ સુભાષ બ્રિજ પાસે પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.