Jamnagar Theft Case : જામનગર નજીક સિક્કામાં રહેતા અસગરભાઈ કરીમભાઈ સુમરા નામના યુવાને નગરપાલિકા પાસે પાર્ક કરેલી પોતાની જી.જે. 10 ટી.વી. 9743 નંબરની લક્ઝરી બસમાંથી કોઈ તસ્કરો રૂપિયા 14,000 ની કિંમતના 150 લીટર ડીઝલની ચોરી કરી લઈ ગયા હતા. જે મામલે સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા ભરતભાઈ બાબુભાઈ રાઠોડ નામના બુઝુર્ગે મહિલા કોલેજ વિસ્તારમાં પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


