Gujarat

શહેરની પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ

By GS TEAM
16 Oct 20251 min read
શહેરની પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ

પરિણીતાને ઘરકામ બાબતે તેમજ પૈસાની માંગણી કરી હેરાન કરી

પરિણીતાએ પતિ, સાસુ, દિયર તથા માસીજી સાસુ સામે ફરિયાદ નોંધાઈ

ભાવનગર: શહેરની સગર્ભા પરિણીતાને ઘરકામ બાબતે તેમજ પતિને લેણું થઈ જતાં પૈસાની માંગણી કરી શારિરીક માનસિક ત્રાસ આપનારા સાસરિયા વિરૂદ્ધ શહેરના મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવની મળતી વિગતો પ્રમાણે કુંભારવાડા અમર સોસાયટી ખાતે સાસરું ધરાવતા અને હાલ અકવાડા ખાતે પોતાના પિયરમાં રહેતા મિત્તલબેન કૃણાલભાઈ ધરજીયાએ મહિલા પોલીસ મથકમાં કૃણાલ ધીરજભાઈ ધરાજીયા, ધીરજ સવજીભાઈ ધરાજીયા, ઉષાબેન ધીરજભાઈ ધરાજીયા, વિવેક ધીરજભાઈ ધરાજીયા અને ગીતાબેન પ્રકાશભાઈ વાઘેલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના પતિ રાજકોટ ખાતે નોકરી હોય અને પતિ સાથે તેઓ ત્યાં રહેતા હોય પરંતુ લગ્નના ત્રણેક વર્ષ બાદ તેમના પતિએ શેરબજારમાં રોકાણ કરી માથે લેણું કરી દીધું હતું અને ઘરની જરૂરિયાતની વસ્તુઓ લાવી દેતા નહી હોવાથી અવારનવાર બન્ને વચ્ચે ઝઘડો થતો હોય ઉપરાંત ઉક્ત તેમના સસરા, સાસુ અને માસીજી સાસું ઘરકામ બાબતે અને નાની મોટી બાબતે હેરાન પરેશાન કરી મારકુટ કરી રૂ. પાંચ લાખની માંગણી કરી શારિરીક માનસિક ત્રાસ આપતા હતા. આ અંગે મહિલા પોલીસે ગુનો નોંધ્યો છે.