Gujarat

ડભોઇથી યુવતી અને સિસવા ગામની પરિણીતા ગુમ થયાની ફરિયાદ

By GS TEAM
20 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરાના ડભોઇથી યુવતી અને સિસવા ગામની પરિણીતા ગુમ થયાની ફરિયાદ નોંધાવાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડભોઇથી યુવતી અને સિસવા ગામની પરિણીતા ગુમ થયાની ફરિયાદ

Vadodara : વડોદરાના ડભોઇથી યુવતી અને સિસવા ગામની પરિણીતા ગુમ થયાની ફરિયાદ નોંધાવાઈ છે. મળતી માહિતી મુજબ ડભોઇ નાંદોદી ભાગોળ હરીજન વાસમાં રહેતા દ્વારકાદાસે જણાવ્યું હતું કે 18મી તારીખે સવારે 10 વાગ્યે તેમની 23 વર્ષની દીકરી નિશાબેન ગુલાબી રંગનો ડ્રેસ, સફેદ રંગની લેગીસ અને ઓઢણી પહેરી તૈયાર થયા હતા. બાદ કોઈને કશું કહ્યા વગર ઘરેથી જતા રહ્યા હતા. મધ્યમ બાંધાના ઘઉંવર્ણા 155 સેન્ટીમીટર ની ઊંચાઈ ધરાવતા નિશાબેન ગુજરાતી ભાષા જાણતા હોવાનું તેઓએ પોલીસને જણાવ્યું હતું. 

વડોદરા તાલુકાના સિસવા ગામના સોલંકી ફળિયામાં રહેતા દેવરાજ ભીખા સોલંકીએ મંજુસર પોલીસમાં જણાવ્યું હતું કે 14 મી તારીખે રાત્રે એક વાગ્યા બાદ તેમની 27 વર્ષની પત્ની દર્શનાબેન લાલ રંગનો પંજાબી ડ્રેસ અને પગમાં ચંપલ પહેરી ઘરેથી નીકળી ગયા હતા. પાતળા બાંધવાના ઘઉંવર્ણા અને પાંચ ફૂટ પાંચ ઇંચની ઊંચાઈ ધરાવતા દર્શનાબેન ગુજરાતી અને હિન્દી ભાષા જાણતા હોવાનું તેઓએ પોલીસને જણાવ્યું હતું.