Get The App

કરમસદ પાસે વિધવાના મકાનમાં સાસુ- દિયરે કબજો જમાવતા લેન્ડ ગ્રેબિગની ફરિયાદ

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
કરમસદ પાસે વિધવાના મકાનમાં સાસુ- દિયરે કબજો જમાવતા લેન્ડ ગ્રેબિગની ફરિયાદ 1 - image

- દિયરે લોન ભરવાની પણ ના પાડી દીધી 

- પતિના અવસાન બાદ પત્નીએ લોન ભરી છતાં પણ પરિવારના સભ્યોએ મકાનનો કબજો આપ્યો ન હતો 

આણંદ : આણંદ પાસેના કરમસદ ખાતે આવેલા એક વિધવાના મકાન ઉપર સાસુ તેમજ દિયરએ કબજો જમાવી દેતા વિદ્યાનગર પોલીસે લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. આણંદના ડીવાયએસપી દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

કરમસદ ગામે રહેતા તુબેન સમીર કુમાર પટેલની ફરિયાદ મુજબ, કરમસદ ગામે આવેલા લોખંડવાલા કોમ્પ્લેક્સની બિનખેતીલાયક પ્લોટ પૈકીનો એક પ્લોટ તુ બેનના પતિ સમીર કુમારે વર્ષ ૨૦૧૦માં વેચાણથી રાખ્યો હતો. આ પ્લોટ ઉપર તેઓએ બે માળનું પાકું મકાન બનાવ્યું હતું. વર્ષ ૨૦૧૪માં સમીર કુમાર સાથે લગ્ન કર્યા બાદ બંને આ મકાનમાં સંયુક્ત કુટુંબમાં રહેવા ગયા હતા.

જોકે દિયર તુષારભાઈ કામ ધંધો કરતા ન હોવાથી ઝઘડાઓ થતા હતા જેથી ૨૦૧૯ સુધી ત્યાં રહ્યા બાદ પતિ પત્ની એક ફ્લેટમાં રહેવા ગયા હતા.

 જોકે ફ્લેટ આઠમાં માળ હતા અને પત્ની ગર્ભવતી થતા બંને ભાડાના મકાનમાં રહેવા ગયા હતા પતિ સમીર કુમારનું હાર્ટ એટેકના કારણે વર્ષ ૨૦૨૩ માં અવસાન થયું હતું. 

પતિના અવસાન બાદ ઉક્ત મકાનની લોન ૩,૦૦,૦૦૦ બાકી હતી. જે પતિના પીએફ ની રકમમાંથી તુ બેને ભરી મકાન બોજા મુક્ત કરાવ્યું હતું. લોનની રકમ દિયરને ભરવાનું કહેતા તેમણે પૈસા ન હોવાનું કહી લોન ભરી નહોતી ફ્રેબુઆરી ૨૦૨૪માં મકાનમાં રહેવાની વાત કરતા સાસુ ધમાબેન અને દિયર તુષારભાઈએ ના પાડી દીધી હતી અને મકાનને તાળું મારી સામાન લઈ રાસ ગામે રહેવા જતા રહ્યા હતા. 

જેથી તુ બેને નોટિસ આપતા બંને ૨૦૨૪ થી મકાનમાં રહેવા આવી ગયા હતા અને મકાનનો કબજો ખાલી કરતા ન હોતા જેથી તુ બેને જિલ્લા કલેકટર કચેરીમાં અરજી કરતા કમિટીએ તપાસ કરીને લેન્ડગ્રેબિંગનો ગુનો બનતો હોય વિદ્યાનગર પોલીસને ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતા વિદ્યાનગર પોલીસે સાસુ અને દિયર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.