કપડવંજ પાલિકાના વોર્ડ નં.-૨મા ફરી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ

- પાલિકા તંત્ર વિરૂદ્ધ આક્ષેપો સાથે વીડિયો વાઈરલ
- બે મહિના બાદ ફરી સમસ્યા સર્જાઈ : ત્વરિત શુદ્ધ પાણી નહીં અપાય તો આંદોલનની ચિમકી
કપડવંજ પાલિકાના વોર્ડ નં.-૨મા મદીના મહોલ્લા, મલેક વાડા સહિતના વિસ્તારમાં બે મહિના બાદ ફરી પીવાનું દૂષિત પાણી આવતું હોવાના આક્ષેપ સાથે વાયરલ વીડિયોમાં જણાવ્યું છે કે, પાલિકા વિસ્તારમાં પીવાની પાઈપલાઈનમાં ગટરનું પાણી મિક્ષિત થવાથી વારંવાર દૂષિત પાણીની સમસ્યા ઉદભવે છે. બે મહિના અગાઉ દૂષિત પાણીની વારંવાર રજૂઆત બાદ રિપેરિંગ કરાયું હતું. ત્યારે ફરી સમસ્યા સર્જાઈ છે. પાલિકા દ્વારા કરોડોના ખર્ચે પીવાના પાણીની લાઈન નાંખવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે રોગચાળો વકરે તે પહેલા ત્વરિત શુદ્ધ પીવાનું પાણી મળે તેવી કાર્યવાહી કરવા માંગણી પણ કરાઈ છે. હવે દૂષિત પાણીનો પ્રશ્ન બનશે તો પાલિકામાં આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.









