કાલાવડ નજીક ખીમાણી સણોસરા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીના મન દુઃખમાં શખ્સ સામે બે વેપારી અને એક ખેડૂતે ધમકી આપ્યાની ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામમાં તાજેતરની ગ્રામ પંચાયતની ચૂંટણીના મન દુઃખના કારણે તેમજ એગ્રોનો માલ સામાન નહીં પહોંચાડવાના મામલે એક શખ્સ દ્વારા બે વેપારીઓ અને ખેડૂતને ધમકી આપ્યાની જુદી જુદી ત્રણ પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામમાં રહેતા અને એગ્રોના માલ સામાનની દુકાન ચલાવતા મિતેશભાઇ જમનભાઈ વસોયા નામના 29 વર્ષના વેપારી યુવાને ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખના કારણે ઉપરાંત ખેતીનો માલ સામાન વાહનમાં નહીં મોકલવા બાબતે તકરાર કરી મોબાઇલ ફોનમાં ગાળો ભાંડી, ધાકધમકી આપવા અંગે નરવતસિંહ ઉર્ફે મુન્નો રતુભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામમાં ખેતી કામ સંભાળતા સાગર ગિરધરભાઈ સાવલિયા ઉપરાંત ગફારભાઈ વલીભાઈ વીંછી જે બંનેએ પણ ઉપરોક્ત આરોપી નરવીસિંહ રતુભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે ત્રણેય ફરિયાદના આધારે આરોપી સામે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.









