Gujarat

વારસિયાના દુકાન માલિક પાસે પૈસા લઇને પરત નહીં કરતા ફરિયાદ

By GS TEAM
2 Oct 20251 min read
વારસિયાના દુકાન માલિક પાસે પૈસા લઇને  પરત નહીં કરતા ફરિયાદ

વડોદરા,વારસિયામાં જનતા બેકરીના માલિક પાસેથી ૧૫ હજાર રૃપિયા લઇ પરત નહીં કરી ધમકી આપનાર સામે સિટિ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

વારસિયા સંતકંવર કોલોનીમાં રહેતા પ્રકાશભાઇ સેવકરામ રામચંદાણીની જૂના આર.ટી.ઓ. રોડ ઝૂલેલાલ મંદિરની સામે જનતા બેકરી નામની દુકાન છે. સિટિ પોલીસ સ્ટેશનમાં તેમણે  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, જૂન - ૨૦૨૨ માં અમારી દુકાની પાછળ આવેલી ખાલી જગ્યા ૬૭ લાખમાં જમીન માલિક રમેશભાઇ વિરૃમલ કારડા પાસેથી રાખી હતી. તેમાં નજરે જોનાર સાક્ષી તરીકે પુનમ ચૌહાણ હતા. ત્યારબાદ પુનમ બાબુસિંહ ચૌહાણે (રહે. વૃંદાવન કોમ્પલેક્સ,  હરણી રોડ) તેનોે  ઇલેક્ટ્રિકનો સામાન થોડા દિવસ મૂકવા માટે મારી દુકાનનો ઉપરનો માળ માંગતા મેં સામાન મૂકવા દીધો હતો. ત્યારબાદ તે સામાન લઇ ગયો નહતો . ગત ૯ મી ઓગસ્ટે પુનમ ચૌહાણે મારા પિતા સેવકરામ પાસેથી ૧૫ હજાર માંગ્યા હતા. ચાર દિવસ પછી મેં તેની પાસે પૈસા પરત માંગતા તે મને કહેવા લાગ્યો હતો કે, આ પૈસા  પરત આપુ નહીં. તે મને ગાળો બોલી તારાથી થાય તે કરી લેજે. તેવું કહીને ધમકી આપવા લાગ્યો હતો.