Gujarat

પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ

By GS TEAM
4 Dec 20251 min read
પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ

ગારિયાધાર તાલુકાના મોટી વાવડી ગામની

પતિ અને સાસુ-સસરાએ સામે ગારિયાધાર પોલીસ મથકમાં ગુનો દાખલ

ભાવનગર: ગારિયાધારા તાલુકાના મોટી વાવડી ગામની પરિણીતાને પતિ અને સાસુ-સસરાએ શારિરીક માનસિક ત્રાસ આપ્યા અંગેની પોલીસ ફરિયાદ ગારિયાધાર પોલીસ મથકમાં નોંધાઈ છે.

ગારિયાધાર તાલુકાના મોટી વાવડી ગામે રહેતા મનીષાબેન રાજેશભાઈ વાળાએ ગારિયાધાર પોલીસ મથકમાં પતિ રાજેશ સુરેશભાઈ વાળા, સસરા સુરેશ પુનાભાઈ અને સાસુ જ્યોતિબેન સુરેશભાઈ (તમામ રહે. મોટી વાવડી) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓ તેમના પતિ અને સંતાનો સાથે કામકાજ અર્થે છેલ્લા એક વર્ષથી સુરતમાં રહેતા હોય અને છેલ્લા ૧૫ દિવસથી મોટી વાવડી ગામે રહેવા આવી ગયા હોય, જેથી તેમના દિકરાનું ભણવાનું બગડતું હોવાથી આ  બાબતે સાસુ-સસરાને સમજાવતા અપશબ્દો કહ્યાં હતા. તેમજ સુરત ખાતે તેમના પતિ પણ અવારનવાર ઝઘડો કરી માર મારતા અને સાસુ-સસરા અને પતિ અવાર-નવાર મેણાંટોણાં મારી શારિરીક માનસિક ત્રાસ આપતા હતા. આ અંગે ગારિયાધાર પોલીસે ગુનો નોંધ્યો છે.