Gujarat

મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરતા કાકા ભત્રીજા સામે ફરિયાદ

By GS TEAM
30 Sep 20251 min read
મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરતા કાકા ભત્રીજા સામે  ફરિયાદ

વડોદરા,કાકા ભત્રીજાએ એક યુવકને ધમકાવી ઝપાઝપી કરતા છોડાવવા વચ્ચે  પડેલી મહિલા સાથે  પણ અભદ્ર વ્યવહાર  કર્યો હતો. જે અંગે મકરપુરા  પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વાઘોડિયા રોડ વૈકુંઠ - ૧ નજીક દીપમ ફ્લેટમાં રહેતા દેવયાનીબેન લક્ષ્મણભાઇ પરમારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૨૭ મી તારીખે રાતે હું તથા યોગેન્દ્ર નરહરિભાઇ બારોટ મકરપુરા ગામ ઉંડા ફળિયામાં જવાના રસ્તા પર ઉભા હતા.ત્યાં  કંચનભાઇ પ્રભાતભાઇ પરમાર (રહે. ઇન્દિરાનગર, મકરપુરા) અને તેનો ભત્રીજો સિદ્ધાર્થ પરમાર (રહે. જાંબુવા ગામ) ઉભા હતા. તું કેમ મારા વિરૃદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરે છે ? તેવું કહીને કંચનભાઇ પરમારે યોગેન્દ્ર બારોટ સાથે ઝઘડો શરૃ કર્યો હતો. તું અહીંયાથી નીકળી જા. ફરીવખત મકરપુરામાં દેખાતો નહીં. તેણે ઝપાઝપી શરૃ કરી હતી. હું કંચનભાઇ પરમાર તથા તેમના ભત્રીજાને સમજાવવા માટે વચ્ચે  પડી હતી. તેઓ મારી સાથે પણ બોલાચાલી કરવા લાગ્યા હતા. તેઓએ મારી  સાથે અભદ્ર વ્યવહાર કરી ધક્કો માર્યો હતો. કંચનભાઇ પરમારે મને તથા મારા પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.