Get The App

પોલીસને જાણ કર્યા વગર પરપ્રાંતીયને મકાન ભાડે આપનાર તાંદલજાના બે ફ્લેટ માલિક સામે ફરિયાદ

Updated: Jan 28th, 2025

GS TEAM


Google News
Google News
પોલીસને જાણ કર્યા વગર પરપ્રાંતીયને મકાન ભાડે આપનાર તાંદલજાના બે ફ્લેટ માલિક સામે ફરિયાદ 1 - image

વડોદરાઃ તાંદલજામાં પરપ્રાંતીયોને મકાન ભાડે આપી પોલીસને જાણ નહિ કરનાર બે મકાન માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

તાંદલજા વિસ્તારમાં રાજીવ આવાસ યોજના અને ચિસ્તિયા નગરમાં એસઓજીની ટીમે ચેકિંગ કરતાં બે મકાન માલિકો પાસે ભાડે આપેલા મકાનની નોંધણીની માહિતી મળી નહતી.

જેથી પોલીસે રાજીવ આવાસ યોજનાના મકાન માલિક ઇમરાનખાન રિઝવાનખાન પઠાણ(રોયલ પાર્ક,બીઆઇડીસી,ગોરવા) અને ચિસ્તિયા નગરમાં પહેલો માળ ભાડે આપનાર મકાનના માલિક સિરાઝ એહમદ ટેલર (ગ્રાઉન્ડફ્લોર,ચિસ્તિયા નગર,કાળી તલાવડી પાસે,તાંદલજા) સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો.

Tags :